નેત્રદાનની અપીલ માટે યોજાયેલી ‘માઇલ્સ ફોર સાઇટ’ સાયક્લોથોનમાં હજારો લોકો જોડાયા

શાંતિલાલ સંઘવી આઇ ઇન્સ્ટિટ્યૂટની ‘માઇલ્સ ફોર સાઇટ’ સાયક્લોથોનમાં નેત્રદાનની અપીલ માટે હજારો લોકો જોડાયા
કાર્યક્રમમાં આંખોના દાન અને દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરવા માટેની જાગૃતતા ઊભી કરાઈ, દ્રષ્ટિહીન સાઇકલસવારોએ ટેન્ડમ બાઇક્સ પર સવારી કરી
મુંબઈ, ભારત, 7 સપ્ટેમ્બર, 2025 – શાંતિલાલ સંઘવી આઇ ઇન્સ્ટિટ્યૂટે (એસએસઆઈઈ) સ્માર્ટ કમ્યૂટ ફાઉન્ડેશન, સાયકલ ચલા, સિટી બચ્ચા અને બીવાયસીએસના સહયોગથી આજે ‘માઇલ્સ ફોર સાઇટ’ સાયક્લોથોનનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં આંખોના દાન અને દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરવા માટેની મહત્વની જરૂરિયાત અંગે જાગૃતિ ઊભી કરવામાં આવી હતી. આ ઉપરાંત 1985થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવેલા કાર્યક્રમ રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયા (25 ઓગસ્ટ – 8 સપ્ટેમ્બર, 2025) તથા એસએસઈઆઈની બીજી વર્ષગાંઠ પણ મનાવવામાં આવી હતી. Shantilal Shanghvi Eye Institute’s ‘Miles for Sight’ Cyclothon Draws Hundreds to Champion Eye Donation.
આ સાયક્લોથોન એ સમુદાયના સમર્થનનું શક્તિશાળી પ્રદર્શન હતું જેમાં ડોક્ટર્સ, સ્ટાફ અને સાયકલિંગના ઉત્સાહીઓ સહિત હજારો લોકોએ ભાગ લીધો હતો. આમાં પ્રેરણાદાયક બાબત એ હતી કે ટેન્ડમ બાઇસિકલ્સ પર સવારી કરનાર દ્રષ્ટિહીન સાયકલસવારોએ પણ તેમાં ભાગ લીધો હતો જે નેત્રદાનની જીવન બદલી નાંખતી અસર અને સ્થિતિસ્થાપકતાનું પ્રતીક હતું.
આ રાઇડ ફાઇવ ગાર્ડન્સ – ઓપન જીમ ખાતેથી શરૂ થઈ હતી અને વડાલા વેસ્ટમાં શાંતિલાલ સંઘવી આઇ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સમાપ્ત થઈ હતી જ્યાં સાયકલસવારોને મેડલ્સ અને સર્ટિફિકેટ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સન ફાર્માના સ્થાપક શ્રી દિલીપ સંઘવીની બિનનફાકારી પહેલ શાંતિલાલ સંઘવી ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2023માં સ્થાપવામાં આવેલી એસએસઈઆઈ એ પશ્ચિમ ભારતની અગ્રણી ટર્ટિયરી કેર આઇ ઇન્સ્ટિટ્યૂટ છે જે એક જ છત હેઠળ વ્યાપક સબસ્પેશિયાલિટી આઇકેર સર્વિસીઝ પૂરી પાડે છે. તે ઉચ્ચ ગુણવત્તાની, પોસાય તેવા દરે અને સમાન સંભાળ પૂરી પાડે છે અને સુનિશ્ચિત કરે છે કે દરેક દર્દીને વિશ્વકક્ષાની સારવાર મળે.
આ પ્રસંગે એસએસઈઆઈના મેડિકલ ડિરેક્ટર ડો. સોમશૈલા મૂર્તિએ જણાવ્યું હતું કે ‘માઇલ્સ ફોર સાઇટ’ સાયક્લોથોન ફક્ત એક કાર્યક્રમથી સવિશેષ છે. તે આંખના દાન વિશે જાગૃતિ ફેલાવવા માટે એક અભિયાન છે. દ્રષ્ટિહીન સાયકલ સવારોની પ્રેરણાદાયી ભાગીદારી દ્રષ્ટિ પુનઃસ્થાપવાની પરિવર્તનશીલ શક્તિની યાદ અપાવે છે. અમે સમુદાયના જબરદસ્ત સમર્થન માટે આભારી છીએ અને આશા રાખીએ છીએ કે આ પહેલ ઘણા લોકોને નેત્રદાન માટે પ્રતિજ્ઞા લેવા અને અસંખ્ય જીવનમાં પ્રકાશ લાવવામાં મદદ કરવા પ્રેરણા આપશે.
‘માઇલ્સ ફોર સાઇટ’ સાયક્લોથોન 2025 એ એસએસઈઆઈની આંખના સ્વાસ્થ્ય અને દાન પ્રત્યે જાગૃતિ, કરુણા અને સામૂહિક જવાબદારી વધારવાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.
રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયા વિશે –રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયું એ ભારતમાં 15 દિવસનું વાર્ષિક અભિયાન છે, જે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવે છે, જેનો હેતુ આંખના દાનના મહત્વ અને કોર્નિયલ અંધત્વ ધરાવતા લોકો માટે દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરવા માટે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનો છે. તેની સ્થાપના 1985માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.