અમદાવાદના મોટાભાગના બગીચાઓમાં સુરક્ષાના નામે શૂન્ય

પ્રતિકાત્મક
કેટલાક ગાર્ડનોમાં સીસીટીવી બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે-કેટલીક લાઇટો ટાઈમર પ્રમાણે રાત્રે ગાર્ડન બંધ થાય એટલે બંધ થઈ જાય છે
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગાર્ડનો માં સુરક્ષા ને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં અસામાજિક તત્વો નો ત્રાસ હોવા અંગેની ફરિયાદો સ્થાનિક નાગરિક દ્વારા કરવામાં આવી છે
જેના કારણે હવે ગાર્ડનની દીવાલો ઉપર ફેન્સીંગ લગાવવા માટેની સુચના અધિકારીઓને આપવામાં આવી છે. અમુક ગાર્ડનોમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે જેમાં કેટલાક ગાર્ડનોમાં સીસીટીવી બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે જેને ફરી ચાલુ કરવા માટેની સૂચના પણ ઈ ગવર્નન્સ વિભાગ સાથે સંકલન કરવા જણાવવામાં આવ્યું છે.
રીક્રિએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગાર્ડનમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે ત્યારે મોટાભાગના ગાર્ડન અમુલ કંપની પાસે છે જેથી કડક સિક્યુરિટી કરવા માટેની સૂચના આપવામાં આવી છે જેથી તેઓ દ્વારા પણ સિક્યુરિટી માટે ટેન્ડર કરવામાં આવ્યું છે.
સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાં કેટલાક ગાર્ડનમાં સીસીટીવી ઉપલબ્ધ છે જ્યારે કેટલાકમાં ઉપલબ્ધ નથી જેના કારણે આગામી બજેટમાં તમામ ગાર્ડનમાં સીસીટીવી લગાવવાનું ટેન્ડર કરવામાં આવશે. જે ગાર્ડનમાં સીસીટીવી કેમેરા બંધ છે તેને ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે.
શહેરના નિકોલ વિસ્તારમાં ઋષિકેશ રામાણી ગાર્ડન અને નારણપુરામાં આવેલા મહર્ષિ અરવિંદ ઘોષ ગાર્ડન બંને ગાર્ડનને રી ડેવલપમેન્ટ કરવામાં આવશે જેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે અને તેના માટે મ્યુનિસિપલ કમિશનર પાસે મંજૂરી માંગવા ની પ્રક્રિયા કરવામાં આવી છે. શહેરના સૌથી મોટા આ બે ગાર્ડન બનાવવામાં આવેલા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ગાર્ડનોમાં લાઇટો આવેલી છે જેમાં કેટલીક લાઇટો ટાઈમર પ્રમાણે રાત્રે ગાર્ડન બંધ થાય એટલે બંધ થઈ જાય છે જ્યારે કેટલાક ગાર્ડનોમાં સ્ટ્રીટ લાઈટમાંથી કનેક્શન આપવામાં આવ્યું હોવાથી સાંજ વહેલી સવારે જ લાઈટો બંધ થાય છે ત્યારે મળેલી કમિટીમાં ગાર્ડનોમાં લાઈટનું કનેક્શન ટાઇમર પ્રમાણે રાખવું કે પછી સ્ટ્રીટ લાઈટના દરેક કનેક્શન આપવાથી જે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.