Western Times News

Gujarati News

ઈઝરાયેલનું પ્રતિનિધિમંડળ ગિફ્ટ સીટીની મુલાકાત લઈ શું યોજના બનાવી રહ્યા છે?

ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ

(એજન્સી)નવી દિલ્હી, ભારત અને ઈઝરાયલે સોમવારે એક દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ભારત અને ઈઝરાયલ વચ્ચે રોકાણને પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે સોમવારે પોતાના X એકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી કે,

ભારત અને ઈઝરાયલ સરકારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ઈઝરાયલના નાણા મંત્રી બેજેલેલ સ્મોટ્રિચે હસ્તાક્ષર કર્યા હતા. ઈઝરાયલના નાણા મંત્રી સ્મોટ્રિચ ૮થી ૧૦ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસના ભારત પ્રવાસ પર છે. બેજેલેલ સ્મોટ્રિચ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ સાથે મુલાકાત કરશે.

તેમના ભારત પ્રવાસનો ઉદ્દેશ દ્વિપક્ષીય બેઠકોના માધ્યમથી ભારત સાથે ઈઝરાયલના આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. બંને દેશ દ્વિપક્ષીય રોકાણ સંધિ અને મુક્ત વેપાર કરાર સહિત અમુક મહત્ત્વના કરાર કરવા તૈયાર છે. જેનાથી બંને દેશોના રોકાણકારોને સુરક્ષાની ગેરેંટી મળશે. ઈઝરાયલના નાણા મંત્રી પોતાની ભારત મુલાકાત દરમિયાન મુંબઈ અને ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની મુલાકાત લેશે.

ભારત-ઇસરાયેલ BIT એટલે બે દેશો એકબીજા વિદેશી રોકાણોને સુરક્ષિત, પારદર્શિક, ફાયદાકારક બનાવવાના કરાર પર સહમતી આપ્યા છે. આ સાથે આગળ FTA-નો રસ્તો ખૂલે છે.

અને I4F MoU એટલે બંને દેશોની ટેક્નોલોજી અને R&D સંશોધન માટે મિલકત જોડાવાનું ઉદ્દેશ, જેમાં ચાર-ચાર પ્રતિનિધિઓ દ્વારા USD 4 મિલિયન પ્રતિ વર્ષે, પાંચ વર્ષ માટે ફંડ આપવામાં આવતો છે – ખાસ કરીને પાણી, કૃષિ, ઊર્જા, ડિજિટલ ટેક જેવા ક્ષેત્રોમાં.

BIT (Investment Treaty) – રોકાણકારો માટે સુરક્ષા
– બંને દેશોમાં વધુ રોકાણ
– વિવાદ ઉકેલમાં પારદર્શકતા
– FTA તરફ શક્યતાપૂર્વક માર્ગ
I4F MoU (R&D Fund) – ટેક્નોલોજી અને R&D સહયોગ
– કૃષિ, પાણી, ઊર્જા, ડિજિટલ ક્ષેત્રના સુધારા
– સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ માટે પ્રોત્સાહન
– નવું, કાર્યક્ષમ અને સસ્તું સમાધાન

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.