ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન બાદ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

(પ્રતિનિધિ) નડિયાદ, બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા અને બાદ માં આવેદનપત્ર આપવાના આવ્યું હતું.
આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડો. દીપિકાબેન સરવડાના સૂચન મુજબ, તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ નયનાબેન પટેલ અને મધ્ય ઝોન મોરચા પ્રભારી સીમાબેન મોહિલે તથા જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ નડીયાદ માં સરદારની પ્રતિમા પાસે મહિલા મોરચાની કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ત્યારબાદ ત્યાંથી કોર્પોરેશનના ગેટ સુધી રેલી સ્વરૂપે અને તે પછી તમામ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ પહોંચીને તેમણે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા મહિલા મોરચાની બહેનો, તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત અનેક બહેનો હાજર રહી હતી.
આ કાર્યક્રમ દ્વારા મહિલા મોરચાએ વડાપ્રધાનના માતાનું અપમાન કરનારાઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ન્યાયિક કાર્યવાહીની માંગ કરી હતી.આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ મંત્રી જાહનવીબેન વ્યાસ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નલીનીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો જોડાઈ હતી.