બનાસકાંઠા વન્યજીવ વિભાગ વિભાગના અધિકારીઓએ ૨૪ કલાક માટે ખડે પગ ઉભા રહી યાત્રાળુઓને સેવા આપી

બનાસકાંઠા જિલ્લા વન્યજીવ વિભાગ દ્વારા અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી
અંબાજી, અંબાજી ખાતે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ માઁ અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. મેળા દરમિયાન બનાસકાંઠા વન્યજીવ વિભાગ તમામ સ્ટાફ દ્વારા માઁ અંબાને ધજા ચડાવવામાં આવી હતી.
બાલારામ-અંબાજી વન્યજીવ અભયારણ્ય ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ અભયારણ્ય છે. અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ અભયારણ્ય અંબાજીથી દાંતા થઇને પાલનપુર જવા ના રસ્તા પર, અંબાજીથી બાલારામ જવાના રસ્તા આસપાસ, તથા અંબાજીની આસપાસ આવેલ છે.
બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અંબાજી ખાતે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ વન્ય જીવને અને યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે બનાસકાંઠા વન્યજીવ વિભાગ વિભાગના અધિકારીઓ અને તેમનો સ્ટાફ ૨૪ કલાક માટે ખડે પગ ઉભા રહી યાત્રાળુઓ ને સેવા આપી હતી અને માતાજીએ નિર્વિઘ્ને ભાદરવી પૂનમનો મહા મેળો પાર પાડ્યો હતો
બનાસકાંઠા જિલ્લાના વન્યજીવ વિભાગ ના અધિકારીશ્રીઓ અને તેમનો તમામે તમામ સ્ટાફ તેઓ દાતારોડ સ્વર્ગાર રોહન આગળથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી નાચતા ગાતા અને માં જગત જનનીના ના ગુણલા ગાતા અને જય અંબે બોલ મારી અંબે નાદ થી મ અંબાને ધજા ચડાવી માતાજીના આશીર્વાદ લીધા હતા
બનાસકાંઠાના જિલ્લાના વન્યજી વિભાગના ભાદરવી મહિનાની પૂનમના દિવસે વન્ય જીવ વિભાગના મેં.ના.વ.સં.શ્રી મેં.મ.વ.સ.શ્રી રે.ફો.ઓ.શ્રી તથા સ્ટાફ દ્વારા મ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી અને મા અંબા ને જગત કલ્યાણ તથા વન્ય જીવ સૃષ્ટિ ના જતન સંવર્ધન ની કામગીરીમાં શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના માં અંબાના ચરણોમાં કરી માઁ અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા.