Western Times News

Gujarati News

ભારતે ચીન અને રશિયા સાથે હાથ મિલાવ્યા છે એ મજબુરી છે કે પછી PM મોદીની રાજકીય મુત્સદ્દીગીરી છે ?!

ઈન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમી પાકિસ્તાનના દમનથી મુકત કરાવ્યું ! આ દરમ્યાન યુદ્ધ સમયે અમેરિકા અને ચીન ભારતને મદદ કરવાને બદલે ભારત સામે વળતા પગલાની ધમકી આપી હતી!

તસ્વીર ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે ! અને તેમની સાથેની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની યાદગાર તસ્વીર છે ! બીજી તસ્વીર વર્તમાન રાજકીય મુત્સદ્દીગીરીની છે ! જેમાં રશિયાના પ્રમુખ વાલ્દીમીર પુતિનની છે ! અને ચીનના વડાપ્રધાન શી. જીંપિંગની છે !

અમેરિકાના ટેરિફ સાથે સામેના યુદ્ધમાં ત્રણે ત્રિપુટી એક થઈ છે ! ભારતના વડાપ્રધાને પણ બન્ને સામ્યવાદી દેશો સાથે મજબુર થઈ હાથ મિલાવવા પડયા છે ?! શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કહેવું છે કે, “ભારત એ એક એવો દેશ છે જે બીજા વિષે વિચારે છે, હાથમાં તલવાર લઈને અમે કયારેય બીજાની સંસ્કૃતિ પર આક્રમણ કર્યુ નથી આવું સામ્રાજયવાદી માનસ અમારા લોહીમાં જ નથી”!!

પરંતુ ભારતના વડાપ્રધાન ટેરિફ વોર સામે અનેક દેશોમાં જઈને પોતાની વાત કહી તો આવ્યા છે પણ લોકશાહી યુરોપિયન દેશો ભારતે જેટલી સરળતાથી રશિયા સાથે, ચીન સાથે હાથ મિલાવ્યા છે એટલા જલ્દી યુરોપના કે નાટો દેશના નેતાઓ હાથ મિલાવે એવી શકયતા નથી ! શસ્ત્રોની સોદાબાજીમાં તો આખું વિશ્વ પડયું છે ! પરંતુ દરેક દેશે પોતાના હિતના ભોગે ફાયદો કરાવશે એવા ભ્રમમાં ભારતે પણ રહેવાની જરૂર નથી !

કારણ કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ કાયમી મિત્ર હોતું નથી ?! એ તો શ્રી નરેન્દ્રભાઈ મોદીને સમજાઈ ગયું હશે ?! અને ભારતના રાજકીય વિશ્લેષકો આજે પણ ચીનથી સાવધ રહેવા કહે છે ! કારણ કે સત્તાના રાજકારણમાં કોઈ કોઈનું વફાદાર હોતું નથી ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

“માનવ જાત યુદ્ધ પર પૂર્ણ વિરામ નહીં મુકે તો યુદ્ધ માનવજાત પર પૂર્ણ વિરામ મુકશે” – માર્ટીન લ્યુથર કિંગ

ચીને હિન્દી ચીની ભાઈ ભાઈ કહી ચીને ચૈ-એન-લાઈને નહેરૂ સાથે દગો કરેલો ! વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં ઈન્દિરાજીની રણનિતિ સામે ચીન પડેલું અને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં પણ સીમાવિવાદ ચાલ્યો છે ત્યારે નરેન્દ્રભાઈની રણનિતિ સફળ થશે ?!

અમેરિકા નિર્ણાયક ક્ષણે સાથ નથી આપતું ! પંડિત નહેરૂ અને શ્રીમતી ઈન્દિરા ગાંધીના અનુભવમાંથી ભારત શિખ્યું હોત તો આજે ટ્રમ્પની ટેરિફ વોરનો ભારત ભોગ ન બન્યું હોત ! ટ્રમ્પ અને નરેન્દ્રભાઈ મોદીની દોસ્તી હાસ્યાંમાં ધકેલાઈ ગઈ છે ?!

અમેરિકાના માનવ અધિકારના પ્રણેતા અને પ્રગતિશીલ વિચાર ધરાવતા માર્ટીન લ્યુથર કિંગે કહ્યું છે કે, “માણસ જાત યુદ્ધ પર પૂર્ણ વિરામ નહીં મુકે તો યુદ્ધ માણસ જાત ઉપર પૂર્ણ વિરામ મુકી દેશે”!! જયારે રશિયાના પ્રમુખ મિખાઈલ ગોર્બાેચોવે કહ્યું છે કે, “એકબીજાના ખાત્મા માટે વિશ્વાસઘાતની પેંતરાબાજી કરવાને બદલે મુદ્દાઓની ચર્ચા, દલીલ અને વાદ વિવાદ વધુ બહેતર સાબિત થાય છે”!! આજે સમગ્ર વિશ્વના નેતાઓ મહાસત્તાના ઠેકેદારો રાષ્ટ્રવાદને નામે યુદ્ધે ચઢયા છે !

આર્થિક રીતે એકબીજા દેશોને હાનિ પહોંચાડવા અને પોતાના દેશને આર્થિક રીતે મજબુત કરવા માટે અભૂતપૂર્વ આર્થિક વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે ! બીન જોડાણવાદી નિતિને વરેલું ભારતને પણ તેમાં જોડાવવાની ફરજ પડી છે અથવા શ્રી નરેન્દ્રભાઈમોદી જેવા રાજકીય મુત્સદ્દી પણ તેમાંથી પોતાના દેશને બચાવવામાં કામિયાબ થઈ શકયા નથી ! “વૈશ્વિક ટેરિફ યુદ્ધ” ને લઈને અનેક દેશો આજદિન સુધી એકબીજાને વૈચારિક રીતે અને અન્ય રીતે એક થઈ રહ્યા છે ?! ત્યારે ભારતની બીન જોડાણવાદી નિતિનું ધોવાણની ભાવિ ફલશ્રૃતિશું હશે એ તો સમય બતાવશે ?!

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ મહાસત્તાઓની લડાઈથી બચવા રાજકીય મુત્સદ્દીગીરી ક્કદવારા અલિપ્ત રાષ્ટ્રોનું પ્રભાવી સંગઠન બનાવ્યું ! ચીન અને ભારત પંચશીલના બહાને નજીક આવ્યા ! પણ ચાઈનાના ચૌ-એન-લાઈએ દગો કર્યાે ! પરંતુ વિશ્વ શાંતિ યાત્રા સત્તાની સમતુલા જાળવી કેવી રીતે સફળ બનાવી ?!
ફ્રાન્સના ૧૮ માં પ્રમુખ ચાર્લ્સ દ. ગોલે કહ્યું છે કે, “સધિઓ ગુલાબ અને યુવાન કન્યાઓ જેવી હોય છે એ કરમાવવાના હોય ત્યારે કરમાઈ જાય છે”!! શરૂઆતથી જ પંડિત જવાહરલાલ નહેરૂને ચીન અને ભારતની સાંસ્કૃતિક પરંપરા એ આપતા બંધુભાવનો મજબુત આધાર છે !

વર્ષ ૧૯૫૪ માં તેઓએ બીજી વાર ચાઈનાની મુલાકાત લીધી હતી ! હિન્દી ચીની ભાઈ ભાઈ એવી એકતાથી ઘોષણા ચીની બાળકોએ કરી હતી ! નહેરૂએ પંચશીલના સિધ્ધાંતો આપેલા તેને વિશ્વમાં સારો આવકાર મળેલો ! (૧) સર્વે એ એકબીજાનું સાર્વભોમત્વ સ્વીકારવું (૨) પ્રત્યેકને સ્વતંત્રતા અને સ્વાયત્તા, (૩) કોઈપણ દેશે બીજા દેશ ઉપર આક્રમણ ન કરવું

(૪) રાષ્ટ્રના અંદરના રાજય વહેવારમાં માથું ન મારવું (૫) શાંતિપૂર્ણ સહજીવનને અનુકૂળ એવી મનોવૃત્તિ અને પરિસ્થિતિનો વિકાસ કરવો ! પરંતુ ચીનના તે વખતના ચૌ-એન-લાઈએ નહેરૂ સાથે વિશ્વાસઘાત કર્યાે ! વર્ષ ૧૯૬૨ માં બરાબર દિવાળીમાં ભારતની સીમા પર પ્રચંડ સૈન્ય સાથે યુદ્ધ કર્યુ ! પ્રતિકુળ હવામાન અને શસ્ત્રોના અભાવે ભારતને નુકશાન થયું!

પરંતુ અમેરિકન પ્રમુખ ટ›મેન અને જહોન કેનેડીના સમયે અમેરિકાએ સ્વીકાર્યું કે ભારત શાંતિવાદી અÂલ્પતવાદી અને સહજીવનમાં શ્રધ્ધા રાખનારો દેશ છે ! કારણ કે નહેરૂએ ઈંગ્લેન્ડ અને ઈજીપ્ત વચ્ચે સુએઝના પ્રશ્ને બે દેશો વચ્ચેનો પ્રશ્ન કુશળતાથી ઉકેલી આપ્યો હતો ! વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૬ ના ગાળામાં રશિયા ભારતની મદદે આવ્યું ! ભારતમાં ભિલાઈ – ચિતરંજન જેવી જગ્યાએ કારખાના ઉભા કર્યા અને નહેરૂએ ભારતમાં ઔદ્યોગિકરણની નિતિ અપનાવી દેશને આગળ વધાર્યાે !

ભારતની બીન જોડાણવાદી રાજનિતિને શ્રીમતી ઈન્દિરા ગાંધીએ આગળ વધારી જેને ત્રીજા વિશ્વે વધાવી લીધી ! શોષિત તેમજ ગુલામ દેશોની આઝાદીની લડતે ભારતે પોતાનો ટેકો આપ્યો ! ટેલીવિઝનની ટેકનોલોજી ગામડા સુધી પહોંચાડી રાજકીય મુત્સદ્દીગીરીથી રશિયા સાથે હાથ મિલાવી પોતાના નેતૃત્વની તાકાત પ્રસ્થાપિત કરી !
ભારતમાં વર્ષ ૧૯૬૬ થી વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો !

ત્યારબાદ ૧૯૬૭ માં ફરી વડાપ્રધાન બનનાર શ્રીમતી ઈન્દિરા ગાંધી ભારતમાં તેઓ સમાજવાદી વિચારધારા તરફ ઢળતા જોવા મળેલા ! વર્ષ ૧૯૬૯ દેશની ૧૪ આગળ પડતી બેંકોનું રાજકીયકરણ કર્યુ અને રાજાઓના સાલીયાણા નાબૂદ કર્યા તેનો જોક સમાજવાદી વિચારધારા તરફ હતો ! આ દરમ્યાન વર્ષ ૧૯૭૧ માં પડોશી દેશ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનમાં અસ્થિરતા સર્જાઈ !

અને રાજકીય મુત્સદ્દીગીરી વાપરી શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમી પાકિસ્તાનના દમથી મુકત કરાવ્યું ! આ દરમ્યાન યુદ્ધ સમયે અમેરિકા અને ચીન ભારતને મદદ કરવાને બદલે ભારત સામે વળતા પગલાની ધમકી આપી !

અમેરિકન પ્રમુખ રીચર્ડ નિકસને તો બંગાળના અખાતમાં જગપ્રસિધ્ધ સાતમાં નૌકા કાફલાને મોકલી આપ્યો ! પરંતુ બાંહોશ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ કોઈ મચક ન આપી ! રશિયા સાથે મૈત્રી કરાર કર્યા ! રશિયાએ ભારતની મદદે પોતાનો નવમો કાફલો ઉતાર્યાે અને અમેરિકાનો સાતમો નૌકા કાફલો પાછો જતો રહ્યો ! ભારત એક ધર્મિનરપેક્ષ રાષ્ટ્ર છે !

તેને વિશ્વે સ્વીકાર્યું ! ભારતે પોખરણના રણમાં કરેલા અણું ધડાકાને લઈને ભારતનો છ રાષ્ટ્રોની અણુકલબમાં સમાવેશ થયો ! આમ, ભારત વિશ્વ ફલક પર મજબુત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું ! ઈન્દિરા ગાંધીની સ્પષ્ટ વાત હતી કે મુઠ્ઠી પણ વાળવી છે અને હાથ પણ મિલાવવા છે ?! એ શકય નથી ! આ નિડરતા શ્રીમતી ઈન્દિરા ગાંધીમાં હતી !!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.