અમેરિકામાં કાયદેસરના ઈમિગ્રન્ટ્સ પર પણ દેશનિકાલનું જોખમ

વાશિંગ્ટન, વિદેશી નાગરિકો માટે અમેરિકામાં જવાનું અને અમેરિકામાં રહેવાનું દિવસે દિવસે મુશ્કેલ બનતું જાય છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નવા નવા નોટિફિકેશન બહાર પાડીને વિદેશી નાગરિકો માટે મુશ્કેલીમાં વધારો કરે છે. એવું જ એક નવું નોટિફિકેશન આવ્યું છે એ પ્રમાણે સ્ટૂડન્ટ્સ કે ટૂરિસ્ટ વિઝા લઈને અમેરિકા ગયેલા વિદેશી નાગરિકોએ જો કામ કર્યું હશે તો તેમનો તાત્કાલિક દેશનિકાલ કરાશે.
અમેરિકામાં ઓલરેડી વિઝા મેળવીને અમેરિકામાં રહેતા સ્ટૂડન્ટ્સ, વિઝિટર્સ, એચ-૧બી વિઝાધારકો માટે પ્રમુખ ટ્રમ્પે મુશ્કેલી ઊભી કરી છે.
ટ્રમ્પ સરકારે રેવન્યુ વિભાગ (આઈઆરએસ) પાસેથી કાયદેસરના ઈમિગ્રન્ટ્સની આવકનો ડેટા એકત્ર કર્યાે છે. જે વિદેશી નાગરિકો સ્ટૂડન્ટ્સ વિઝા, એચ-૧બી વિઝા કે વિઝિટર્સ વિઝા મેળવીને આવ્યા હોય અને તેમણે રોજગારીની અન્ય આવકો કરી હશે તો તેમને દેશનિકાલ કરવામાં આવશે.
આ નિર્ણયની અસર ખૂબ બધા ભારતીયો પર થશે. અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ પાસેથી ડેટા એકઠો કર્યાે છે. સ્થાનિક એજન્સીઓના લિસ્ટમાં એવા વિદેશી નાગરિકો નોંધાયા હશે કે જે વર્ક સિવાયની કેટેગરીના વિઝા લઈને આવ્યા હશે અને પછી કામ કરતા ઝડપાયા હશે તો તેમને પાછા ધકેલી દેવાશે.
વળી, એચ-૧બી વિઝા હેઠળ જે કંપનીએ વિઝા આપ્યા હશે તે સિવાય ળી લાન્સિંગ કામ કર્યું હશે એની સામેય આવી જ કાર્યવાહી થશે. ભારતના સેંકડો સ્ટૂડન્ટ્સ ભણતા ભણતા સાઈડજોબ કરતાં હોય છે. એ જ રીતે વિઝિટર્સ પણ છ મહિના સુધી રોકાતા હોય એ દરમિયાન સાઈડમાં કામ કરે છે. ભારતીય સહિત બધા જ વિદેશી નાગરિકોમાં આ પોપ્યુલર ટ્રેન્ડ છે. તે સિવાય એચ-૧બી વિઝા લઈને જતાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પણ ફ્રી લાન્સિંગ કરતા હોય છે. આ તમામ પર જોખમ સર્જાયું છે.
એ જ રીતે બીજો અવરોધ અમેરિકામાં વિઝા મેળવવા લાંબી કતારની રાહ જોવાનું ટાળવા અન્ય દેશમાંથી અરજી કરનારા લોકોને પડયો છે. અમેરિકામાં બી૧ અને બી૨ વિઝા મેળવીને વિઝિટ કરી શકાય છે.
દુનિયાભરના વિઝિટર્સ આ કેટેગરીના વિઝા મેળવીને અમેરિકા ફરવા જાય છે. તે ઉપરાંત કામ કરવા માટે એચ-૧બી અને ઓ-૧ જેવી વિઝા કેટેગરી છે. સ્ટૂડન્ટ્સ એફ-૧ શ્રેણીના વિઝા મેળવીને જાય છે. આ સંદર્ભમાં અમેરિકન સરકારે નવું નોટિફિકેશન બહાર પાડયું છે, જેનો અમલ પણ તાત્કાલિક અસરથી કરી દેવાયો છે. એ પ્રમાણે આ કેટેગરીના વિઝાની અરજી જે તે દેશમાંથી જ કરી શકાશે.
ભારતના નાગરિકો યુરોપમાં ફરવા ગયા હોય તો અત્યાર સુધી યુરોપના કોઈ દેશમાંથી અમેરિકા જવા માટે અરજી થઈ શકતી હતી, તેના બદલે હવે ભારતમાંથી જ અરજી કરી શકાશે.
આ કેટેગરીના અરજદારો ઘણી વખત ભારત જેવા દેશમાં લાંબાં વેઈટિંગથી બચવા માટે વિએટનામ, થાઈલેન્ડ કે યુરોપના કોઈ દેશમાંથી અરજી કરતા હોય છે. આ નવા નિર્ણયથી વિઝિટર્સને ભારતમાંથી અમેરિકાના વિઝા લેવા હશે તો એક-એક વર્ષની રાહ જોવી પડે એવી શક્યતા છે.SS1MS