મોડાસા સરકારી ઈજનેરી કોલેજ ખાતે બે દિવસીય SUDO – 2020 કાર્યક્રમ યોજાયો
ભિલોડા: મોડાસાની સરકારી ઇજનેરી કોલેજમાં ૩૨૦૦ થી વધુ વિધાર્થીઓ વિવિધ ઈજનેરી શાખામાં અભ્યાસ કરે છે. વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોલેજ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. વિધાર્થીઓની ટેકનિકલ સ્કિલના પ્રોત્સાહન માટે કોમ્પુટર ઈજનેરી અને ઇન્ફોર્મેશન ટેકનૉલોજી વિભાગ દ્વારા SUDO -૨૦૨૦ કાર્યક્રમનુ આયોજન તા. ૩-૪ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે પ્રોજેકટ ડેમોસ્ટ્રેશન,એક્ષ્પર્ટ લેકચર,લેન ગેમિંગ,ગૂગલ નર્ડ્સ,ક્વિઝ મી,કોડ કનેક્ટ,લોગો મેકિંગ તથા શોર્ટ ફિલ્મ મેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.તદુપરાંત વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ૭૦૦ થી વધુ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિજેતા વિધાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.કોલેજના પ્રિન્સિપલ ર્ડો. બી.જે.શાહ તથા પ્રો. એમ. બી. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કોમ્પુટર ઈજનેરી અને ઇન્ફોર્મેશન ટેકનૉલોજી ના અધ્યાપકો અને વિધાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનુ સફળતા પૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.