હાઈકોર્ટાેમાં પડતર અરજીઓની સુપ્રીમમાં સુનાવણી થશે

નવી દિલ્હી, ઓનલાઈન ગેમિંગ કાયદો, ૨૦૨૫ના પ્રચાર અને નિયંત્રણની બંધારણીય યોગ્યતાને પડકારતી હાઈકોર્ટ સમક્ષ પડતર વિવિધ અરજીઓ ઉપર હવે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. સોમવારે સુપ્રીમ કોર્ટે તમામ પડતર અરજીઓ પોતાને ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે વિવિધ દાવાઓને ટાળવાના હેતુથી દિલ્હી, કર્ણાટક અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટ સમક્ષ પડતર અરજીઓની સુપ્રીમમાં સુનાવણી હાથ ધરવા અંગે અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જે બી પારડિવાલા અને જસ્ટિસ કે વી વિશ્વનાથનની ખંડપિઠે ટ્રાન્સફરને મંજૂરી આપી હતી.તાજેતરમાં ઘડાયેલા ઓનલાઈન ગેમિંગ કાયદા અંતર્ગત દેશમાં તમામ રિયલ મની ગેમ્સ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે સામાજિક, શૈક્ષણિક અને ઈસ્પોટ્ર્સ ગેમ્સને નિયંત્રણ સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટ હવે ઉપરોક્ત ત્રણ હાઈકોર્ટમાં પડતર અરજીઓ પર સુનાવણી કરશે. આ સાથે જ સર્વાેચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી હતી કે દેશની કોઈપણ હાઈકોર્ટમાં આ મામલાની પડતર અરજીને પણ ટ્રાન્સફર ગણવામાં આવશે.
સુપ્રીમે તમામ હાઈકોર્ટાેને એક સપ્તાહની અંદર દાખલ કરાયેલી અરજીઓ સાથે સંપૂર્ણ રેકોડ્ર્સને પણ ટ્રાન્સફર કરવા જણાવ્યુ હતું. સમય બચી શકે તે માટે ટ્રાન્સફર ડિજિટલ સ્વરૂપમાં કરવા નિર્દેશ આપ્યો હતો.SS1MS