Western Times News

Gujarati News

ભારતના ઉદયને તાકાત આપવા માટે આત્મનિર્ભરતા જરૂરીઃ PM મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરઆંગણે બનતી પેદાશોને પ્રોત્સાહન આપવા માટે ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવા એનડીએ સાંસદે સત્તારૂઢ એનડીએના સાંસદોને આહ્વાન કર્યું છે. એટલું જ નહિ આ ચળવણને લોકો સુધી પહોંચાડવાનો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યાે હતો. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના ઉદય માટે આત્મનિર્ભરતા જ એક માર્ગ છે.

એના થકી જ પડકારોનો સામનો કરી શકાશે. ઉપપ્રમુખની ચૂંટણીના એક દિવસ અગાઉ સાંસદોને સંબોધતાં મોદીએ ભારતમાં બનાવેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અને જીએસટી દરમાં ઘટાડાની વ્યાપક અસર લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જે માટે સાંસદો તેમના મતવિસ્તારમાં લોકો અને વેપારીઓ સાથે બેઠકો યોજે અને તેમને તેમની સમજ આપે.

હવે નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તેની તાતી જરૂર હોવાનું મોદીએ કહ્યું હતું.કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ પછીથી કહ્યું હતું કે મોદીએ કોઇ દેશનો ઉલ્લેખ કર્યાે નહતો.

તેમણે માત્ર આત્મનિર્ભરતાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. ભારત જ્યારે એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યો છે ત્યારે કેટલાક પડકારો આવશે જ. એક વિકસિત રાષ્ટ્ર બનવા આત્મનિર્ભરતાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના ૫૦ ટકા ટેરિફ લાદવાના નિર્ણય બાદથી વડાપ્રધાન ‘સ્વદેશી’ પર ભાર મુકી રહ્યા છે. મોદીએ તાજેતરમાં પસાર થયેલા ઓનલાઇન ગેમો અંગેના કાયદાની હકારાત્મક અસર અંગે લોકોને જાણ કરવાની હિમાયત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.