Western Times News

Gujarati News

અજય દેવગણની ફિલ્મ “ધમાલ-4″નું શૂટિંગ પૂર્ણ થયું

મુંબઈ, અજય દેવગણની ફિલ્મ ‘ધમાલ ફોર’નું શૂટિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાની નિર્માતા દ્વારા જાહેરાત કરાઈ છે. હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ થયું છે. આવતાં વર્ષે ઈદ વખતે આ ફિલ્મ રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.

ફિલ્મમાં અજય દેવગણ સાથે અર્શદ વારસી, રિતેશ દેશમુખ તથા જાવેદ જાફરી સહિતના કલાકારો રીપિટ થયા છે. આ ઉપરાંત રવિ કિશન, સંજય મિશ્રા, ઈશા ગુપ્તા, સંજીદા શેખ સહિતના કેટલાય કલાકારોનો કાફલો તેમાં કામ કરી રહ્યો છે.

ઈન્દ્ર કુમાર ઈરાનીએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ ‘ધમાલ’ ૨૦૦૭માં રજૂ થઈ હતી. તે પછી ૨૦૦૯માં ‘ડબલ ધમાલ’ તથા ૨૦૧૯માં ‘ટોટલ ધમાલ’ ફિલ્મો આવી હતી. મૂળ એક અમેરિકી કોમેડી ફિલ્મનો આઇડિયા તફડાવી તેના આધારે આ ફ્રેન્ચાઈઝી ફિલ્મો બનાવવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.