Western Times News

Gujarati News

કોર્ટે સેવન્થ ડે સ્કૂલ શાળા દ્વારા દાખલ કરવામાં આવેલી બંને અરજીઓને ફગાવી દીધી

સેવન્થ ડે સ્કૂલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો- કોર્ટે ડીઈઓ અને સરકારને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવીને શાળાની અરજીઓને રદ કરી છે. 

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે શાળા દ્વારા દાખલ કરવામાં આવેલી બંને અરજીઓને ફગાવી દીધી છે. શાળાએ ડીઈઓ (જિલ્લા શિક્ષણ અધિકારી) અને રાજ્ય સરકાર દ્વારા તેની સામે શરૂ કરાયેલી કાર્યવાહી સામે પડકાર ફેંક્્યો હતો,

પરંતુ કોર્ટે આ બંને સરકારી સંસ્થાઓની કાર્યવાહીને યોગ્ય ઠેરવી માન્ય રાખી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે શાળાએ તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની જરૂરી માહિતી કે દસ્તાવેજો રજૂ કર્યા ન હતા. આથી, કોર્ટે ડીઈઓ અને સરકારને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવીને શાળાની અરજીઓને રદ કરી છે. કોર્ટે અવલોકન કર્યું કે સેવન્થ ડે સ્કૂલે જાણી જોઈને ડીઈઓ અને સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

શાળાએ તપાસમાં સહકાર આપવાની જગ્યાએ માહિતી છુપાવી હતી. હાઈકોર્ટે શાળાને આદેશ આપ્યો છે કે તે તાત્કાલિક અસરથી સરકારની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપે. આ નિર્ણય શિક્ષણ વિભાગ માટે એક મોટી જીત છે, કારણ કે તે સ્પષ્ટ કરે છે કે નિયમોનું પાલન ન કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા સરકાર પાસે છે.

આ ચુકાદો અન્ય શાળાઓ માટે પણ એક દાખલો પૂરો પાડશે કે નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે ડીઈઓ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિને શાળાની તપાસ કરવાની સંપૂર્ણ સત્તા છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે સમિતિને શાળાના દસ્તાવેજો અને રેકોર્ડ્‌સની ચકાસણી કરવાની અને જરૂરી માહિતી મેળવવાની સત્તા છે.

આ ચુકાદાથી શિક્ષણ વિભાગને શાળાઓ પર દેખરેખ રાખવામાં અને નિયમોનો ભંગ કરતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં વધુ બળ મળશે. આ નિર્ણય શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદેહી લાવવામાં મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.