રાજ્યમાં કામદારોના કામના કલાકો ૮થી વધારી ૧૨ કરવા મંજૂરી

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા મહત્વપૂર્ણ સવાલનો જવાબ આપતી રાજ્ય સરકારે ખુલાસો કર્યો કે રાજ્યમાં કામદારોના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો છે.
સરકારના જણાવ્યા મુજબ, કામના કલાકો ૮થી વધારી ૧૨ કલાક કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. વટહુકમ છેલ્લે ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો. સ્થિતિએ સદર વટહુકમમાં કામના કલાકો ૮ કલાકથી વધારીને ૧૨ કલાકો સુધીના કરવાની મંજુરી કયા કારણોસર આપવામાં આવી છે. આ અંતર્ગત છેલ્લા છ મહિનામાં સરકારને વિરોધ દર્શાવતી કેટલી અરજીઓ મળી છે.
ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે, કામદારોના કામના કલાકો વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે. આઠ કલાકથી વધારીને ૧૨ કલાક કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા માટે વટહુકમ લાવવામાં આવ્યો છે. વટહુકમ સામે રાજ્ય સરકારને એક અરજી પણ મળી છે. સરકારે આ વટહુકમ લાવવા બદલ રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે તેવો દાવો કર્યો હતો.