સાંતલપુર પંથકમાં નદીમાં નહાવા પડેલા ૧૨ લોકો ડૂબ્યા, ૨નાં મોત, ૪ લાપત્તા

પાટણ, પાટણ સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ ૧૨ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં ૯ યુવકો ડૂબ્યા હતા.
જેમાંથી ૪નો આબાદ બચાવ થયો છે. જ્યારે બે યુવકોનાં મોત થયા છે જ્યારે ૩ યુવકો લાપત્તા છે. આ ઉપરાંત રણમલપુરા ગામ પાસેની નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી બેનો બચાવ થયો છે. જ્યારે એક લાપત્તા છે જેની શોધખોળ ચાલી રહી છે.
નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા યુવકો ડૂબ્યા હોવાનું મનાય છે. મંગળવારે બપોરે યુવકો ખારી નદીમાં નહાવા માટે ગયા હતા. તે દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધતા નવ યુવકો તણાઈ ગયા હતા. જે બાદ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોની મદદથી પાંચ યુવકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
જોકે, તેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી તેનો મૃતદેહ વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ગુમ થયેલા યુવકોની શોધખોળ માટે એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી તે દરમિયાન એક યુવકની લાશ મળી આવી હતી.SS1MS