તમે કોઈને પ્રેમ કરવાનું કેવી રીતે બંધ કરી શકો?: સબા આઝાદ

મુંબઈ, બોલિવૂડમાં એક સબા આઝાદ અને રિતિક રોશન વચ્ચેનો સંબંધ એવો છે, જે જેટલો જાહેર છે એટલો જ જિજ્ઞાસા જગાડનારો પણ છે. જ્યારથી રિતિક તેની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાનથી અલગ થયો, ત્યારથી તેમનાં એકબીજા સાથે કે કોઈ પણ સાથે સંબંધો સતત ચર્ચામાં રહ્યાં છે. આમ રિતિકના સંબંધો તો જગજાહેર છે, પરંતુ સબાનાં ભૂતકાળના સંબંધો મોટે ભાગે લોકોની નજરથી દૂર રહ્યા છે.
આ પહેલાં સબા સાથે નસીરુદ્દીન શાહના દિકરા ઇમાદ શાહના સંબંધોની ચર્ચા હતી. તેઓ બંને લાઇફ પાર્ટનર હોવાની સાથે એક બૅન્ડમાં પણ સાથે કામ કરતાં હતાં. બ્રેકઅપ પછી પણ, તેઓએ એકબીજાનાં સંપર્કમાં રહેવાનું પસંદ કર્યું છે.
એક ઇન્ટર્વ્યુમાં, ઈમાદે આ સંબંધો પર વાત કરતા કહ્યું, “જ્યારે અમે છૂટા પડ્યાં, ત્યારે ઘણાં લોકોએ કહ્યું કે અમારે થોડા સમય માટે ન મળવું જોઈએ. પરંતુ અમને એ અંત કરતાં એક નવી શરૂઆત જેવું લાગ્યું. તેથી જ્યારે એ સંબંધ સંપુર્ણ રીતે સમાપ્ત થયો, ત્યારે બહુ દુઃખ નહોતું.”સબા માટે, લાગણીઓનું ફક્ત સ્વરૂપ બદલાયું. તે આ સંબંધ વિશે કહે છે, “જ્યાં સુધી કોઈએ તમારી સાથે ખરાબ વર્તન ન કર્યું હોય, ત્યાં સુધી તમે તેમને પ્રેમ કરવાનું કેવી રીતે બંધ કરી શકો? તે કંઈક બીજી લાગણીમાં પરિવર્તિત થાય છે – એક સુંદર, પ્લેટોનિક મિત્રતા જ્યાં તમે હંમેશા એકબીજાને ટેકો આપવા માટે હાજર હોવ છો.”
તેમનાં બંધનને પરિવાર ગણાવતાં સબાએ કહ્યું, “અમે વિચાર્યું, અમારી વચ્ચે જે હોય તે પણ અમે એકબીજાનો પરિવાર છીએ. હું ઈમ્ઝને મારા જીવનમાંથી બહાર જવા દઉં એવો કોઈ રસ્તો નહોતો.
અમે ખૂબ જ સ્પષ્ટ હતા કે અમે હંમેશા મિત્રો રહીશું – મિત્રો તરીકે સાથે વૃદ્ધ થઈશું.”વધુમાં, બંનેએ સ્વીકાર્યું કે રોમેન્ટિક સંબંધનો ભાર હળવો થયા પછી તેમનાં સંબંધોમાં ખરેખર સુધારો થયો. ઇમાદે કબૂલાત કરી, “અમે ઘણીવાર મજાક કરીએ છીએ કે બ્રેકઅપ પછી અમારા સંબંધો વધુ સારા બન્યા છે.”
ઇમાદે તેને એક ફિલ્ટર સાથે પણ સરખાવ્યુંઃ “એવું લાગે છે કે અમે અમારા સંબંધોનાં સારા પાસાને જાળવી રાખ્યા અને બાકીના ભાગોને ફિલ્ટર કર્યા.”વધુમાં, સબાએ રિતિક સાથેના તેના જીવન વિશે કેટલીક વાતો પણ જાહેર કરી. “મારી આસપાસ ઘણું સામાન્ય વાતાવરણ રાખું છું, સંબંધમાં પણ મને સામાન્ય રહેવું ગમે છે. આપણે એવું ધારીએ છીએ કે જે લોકો સતત લોકોની નજરમાં હોય છે તેઓ સામાન્ય જીવન જીવતાં નથી.
દરેક વ્યક્તિ ફક્ત પોતાના જીવનમાં જ વ્યસ્ત રહે છે, એક દિવસથી બીજા દિવસે વધુ આગળ વધવાનો પ્રયાસ કરે છે.” તેણે કહ્યું, રિતિક તેના કરતાં લાંબા સમય સુધી લોકોની નજરમાં રહ્યો છે અને તેથી તે તેનાથી વધુ ટેવાયેલો છે. “હું એવા મિત્રોથી ઘેરાયેલી છું જેમને ખ્યાતિની પરવા નથી.”SS1MS