ભાવનગરના 43 લોકો અને સુરતના 10 પ્રવાસીઓ નેપાલમાં ફસાયા

નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે ૫૦થી વધુ ગુજરાતી ફસાયા
ગાંધીનગર, નેપાળમાં અશાંતિ અને હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, ગુજરાત સરકારે ત્યાં ફસાયેલા તેના નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર વલણ અપનાવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેપાળની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ત્યાં હાજર ગુજરાતી નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
નેપાળમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે. પોખરામાં ભાવનગર જિલ્લાના ૪૩ લોકો ફસાયા છે, સુરતના ૧૦ પ્રવાસીઓ પણ કાઠમંડૂમાં ફસાયા છે. ભાવનગરના ૪૩ લોકો નેપાળની હોટલમાં સુરક્ષિત છે. સુરતના ૧૦ પ્રવાસીઓ પણ કાઠમંડ હોટલમાં સુરક્ષિત છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં મોટી સંખ્યામાં ગુજરાતી નાગરિકો પર્યટન અને અન્ય કારણોસર નેપાળ ગયા હતા. રાજ્ય સરકાર તેમની સલામતી અને સુખાકારી અંગે સંપૂર્ણપણે સતર્ક છે. સરકાર તમામ ગુજરાતી નાગરિકોને સુરક્ષિત રીતે ગુજરાત પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક નેપાળમાં બનેલી ઘટનાઓની નોંધ લીધી છે. ઘણા લોકો ફરવા માટે નેપાળ જાય છે, કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો છે, તે લોકોની વ્યવસ્થા અને સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, નેપાળમાં ફસાયેલા તમામ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવા કાર્યરત છે.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ ગુજરાતી કે ભારતીય નાગરિકને કોઈ સમસ્યા ન પડે. તેમના સુરક્ષિત પરત આવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહિલે, જે ગુજરાતના છે, દાવો કર્યો હતો કે ગુજરાતના ૧૮ લોકો નેપાળમાં ફસાયેલા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું હતું કે, નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી છે. આપણા ઘણા ભારતીયો ત્યાં ફસાયેલા છે. ગુજરાતના કેનન પટેલે ફોન પર જણાવ્યું હતું કે ૧૮ ગુજરાતીઓનું એક જૂથ પણ તેમની સાથે અટવાયું છે.
૨૬ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ અને ત્યારબાદ થયેલા જન આંદોલન, જેને ય્ીહ-ઢ વિરોધ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, તેના કારણે ત્યાં અસ્થિરતાની સ્થિતિ છે. આ અશાંતિમાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત અને સેંકડો ઘાયલ થયાના અહેવાલ છે, જેના કારણે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ મંગળવારે રાજીનામું આપ્યું હતું.