યુરોપીયન યુનિયને ભારત-ચીન પર ૧૦૦% ટેરિફ લાગુ કરવી જોઈએઃ ટ્રમ્પ

નવી દિલ્હી, યુક્રેન-રશિયાનું યુદ્ધ ઝડપથી પૂરું કરવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરવાની હાકલ કરતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયનને ભારત તથા ચીન પર ૧૦૦ ટકા સુધીની ટેરિફ ઝીંકવા સૂચના આપી છે.
રશિયા પાસેથી ક્‰ડ ઓઈલ ખરીદી રહેલા આ બંને દેશ પર ટેરિફ વધારવાથી દબાણ વધશે અને રશિયાની આર્થિક તાકાત ઘટશે તો યુદ્ધ ઝડપથી પૂરું થશે, તેમ સમજાવવા ટ્રમ્પે પ્રયાસ કર્યાે છે.
ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ ભારત-યુએસના સંબંધો હકારાત્મક દિશામાં આગળ વધવાના સંકેત આપી ટ્રેડ ડીલ સફળ રહેવાની આશા વ્યક્ત કરી તેના થોડા સમયમાં જ ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં આ અહેવાલ પ્રકાશિત થયો છે.
ટેરિફ મામલે તણાવ વચ્ચે મોદી અને ટ્રમ્પ વચ્ચે સોશિયલ મીડિયા પર વાત થઈ હતી અને બંને દેશ વચ્ચેના તણાવ ઘટાડવાની તૈયારી વ્યક્ત કરાઈ હતી. જો કે ટ્રમ્પે ફરી એક વાર પલટી મારી ભારત સાથે ચીનની પણ ચિંતા વધારી છે.
વોશિંગ્ટન ખાતે યુએસ અને યુરોપીયન યુનિયનના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યુદ્ધ પૂરું કરવા માટે રશિયા પર દબાણ વધારવાના વિકલ્પો અંગે ચર્ચા થઈ હતી. ટ્રમ્પે આ બેઠકમાં ખાતરી આપી હતી કે, યુરોપીયન યુનિયન દ્વારા જેટલી ટેરિફ લાગુ કરાશે, તેટલી જ ટેરિફ અમેરિકા દ્વારા ભારત-ચીન પર લાગુ કરાશે.
ભારત-યુએસ વચ્ચે દ્વિપક્ષી કરારની સંભાવના વ્યક્ત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વાર સારા મિત્ર ગણાવ્યા છે. ટ્રમ્પે ટ્›થ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યુ હતું કે, ભારત અને યુએસ દ્વારા બંને દેશ વચ્ચેની વ્યાપારિક અડચણો દૂર કરવા વાટાઘાટો ચાલી રહી છે.
આગામી સપ્તાહોમાં ‘મારા સારા મિત્ર’ નરેન્દ્ર મોદી સાથે વાત કરવા ઉત્સુક છું. ટ્રમ્પની આ પોસ્ટના જવાબમાં વડાપ્રધાન મોદીએ એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ સાથે વાટાઘાટો કરવાહું પણ આતુર છું.
અમે બંને સાથે મળી ભારત-યુએસના નાગરિકોના ઉજ્જવળ અને વધુ સમૃદ્ધ ભવિષ્ય માટે કામ કરવા તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે દોહામાં થયેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલે મંગળવારે કતારની રાજધાની દોહામાં હુમલો કર્યાે હતો.પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, ‘કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીની સાથે વાતચીત કરી અને દોહામાં થયેલા હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરી. ભારત વાતચીત અને કૂટનીતિના માધ્યમથી મુદ્દાઓનો ઉકેલ લાવવાનું સમર્થન કરે છે અને વધી રહેલા તણાવને રોકી શકીએ.’SS1MS