બંધારણ ફરીથી લખો, ત્રણ દાયકાથી લૂંટ કરનાર રાજનેતાઓની તપાસ કરોઃ નેપાળના દેખાવકારોની માંગ

કાઠમંડુ, નેપાળના જનરેશન-ઝેડ દેખાવારોના હિંસક આંદોલન બાદ વડાપ્રધાન ઓલીએ રાજીનામુ આપ્યા બાદ હવે પ્રદર્શનકારીઓની માંગ છે કે નેપાળનું બંધારણ ફરીથી લખવામાં આવે અથવા તેમાં સંશોધન કરી વ્યાપક સુધારા કરવામાં આવે અને છેલ્લા ત્રણ કાયદામાં રાજનેતાઓએ લૂંટ કરેલી સંપત્તિઓની તપાસ પણ કરવામાં આવે.
આંદોલન દરમિયાન એલાન કરવામાં આવ્યું હતું કે, દેખાવો દરમિયાન જીવ ગુમાવનાર બધા લોકોને અધિકૃત રીતે શહીદોનો દરજજો આપવામાં આવે અને તેમના પરિવારોને રાજકીય સન્માન અને રાહત આપવામાં આવે.
આયોજકોએ બેરોજગારીને હલ કરવા, પલાયન પર અંકુશ લગાવવા અને સામાજિક અન્યાયને દૂર કરવા માટે ખાસ કાર્યક્રમોનો પણ વાયદો કર્યાે છે.
દેખાવકારોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ આંદોલન કોઈ પાર્ટી કે વ્યકિત માટે નથી બલકે પૂરી પેઢી અને દેશના ભવિષ્ય માટે છે. શાંતિ જરૂરી છે પણ તે એક નવી રાજનીતિક વ્યવસ્થાના પાયા પર જ સંભવ છે, દેખાવકાર સમૂહોએ આશા વ્યકત કરી હતી કે રાષ્ટ્રપતિ અને નેપાળી સેના તેમના પ્રસ્તાવોને સકારાત્મક રીતે લાગુ કરશે.SS1MS