દીપિકાએ દીકરી દુઆના પ્રથમ બર્થડે પર જાતે ચોકલેટ કેક બનાવી

મુંબઈ, દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહની દિકરી દુઆ સિંહ પાદુકોણ એક વર્ષની થઈ ગઈ છે. તે જ્યારથી જન્મી ત્યારથી આ કપલના ફૅન્સ આતુરતાથી દુઆનો ચહેરો જોવાની રાહ જોઈ રહ્યાં છે. જોકે, આ બાબતે તો ઇન્તઝાર કેટલો લાંબો હશે એ ખ્યાલ નથી પરંતુ દીપિકાએ તેના બર્થડેની ઝલક પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
દીપિકાએ દિકરીનો પહેલો જન્મ દિવસ ઉત્સાહથી ઉજવતા ઘરે એક કેક બનાવી હતી, જેણે તેના ફૅન્સના દિલ જીતી લીધાં છે. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક મોંમાં પાણી આવી જાય એવી કેકનો ફોટો શેર કર્યાે છે. આ એક ચોકલેટ કેક હતી, જે તેણે જાતે બેક કરી છે. એક વ્હાઇટ સ્ટન્ડ પર સારી રીતે કેક ગોઢવીને તેના પર ગોલ્ડન કલરની કેન્ડલ મુકવામાં આવી હતી.
જ્યારે તેના બેકગ્રાઉન્ડમાં ફુલોની સજાવટ દેખાય છે. આ ફોટો શેર કરતા કૅપ્શનમાં દીપિકાએ લખ્યું, “મારી પ્રેમની ભાષા? મારી દિકરીના પહેલા જન્મ દિવસે જાતે કેક બેક કરી!”જો દીપિકાની ફિલ્મની વાત કરવામાં આવે તો એવા અહેવાલો છે કે તે હવે ટૂંક સમયમાં અટલી અને અલ્લુ અર્જૂન સાથે નવેમ્બરથી શૂટિંગ શરૂ કરવાની છે.
એક સુત્રએ જણાવ્યું હતું કે, “દીપિકાએ ફિલ્મ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તે નવેમ્બર ૨૦૨૫થી સેટ પર આવવા તૈયાર છે. તેણે આ શૂટ માટે ૧૦૦ દિવસ ફાળવેલા છે અને આ એક ડ્રામેટિક એક્શન ફિલ્મ હશે. દીપિકા અને અલ્લુ અર્જુન બંને આ ફિલ્મ સાથે નવા અવતારમાં જોવા મળશે. તેમનાં માટે યોદ્ધાઓ જેવા ખાસ પ્રકારના કોસ્ચ્યુમ્સ પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે.”SS1MS