ફિલ્મ હિટ રહે કે ફ્લોપ, પણ હું મારી દરેક ફિલ્મની સંપૂર્ણ જવાબદારી લઉં છુંઃ કાજોલ

મુંબઈ, કાજોલના ખાતે અનેક સફળ અને બ્લોકબસ્ટર હિટ ફિલ્મો બોલે છે. તેની ફિલ્મી સફર ઘણી લાંબી રહી છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કાજોલે કહ્યું કે તે પોતાની દરેક ફિલ્મની સંપૂર્ણ અને પુરેપુરી જવાબદારી લે છે, પછી તે ડીડીએલ જેવી મોટી હિટ હોય કે પછી કોઈ ‘ગુંડારાજ’ કે ‘હલચલ’ જેવી સમયાંતરે ભુલાઈ ગયેલી ફિલ્મ. ૧૯૯૨માં ‘બેખુદી’ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનારી કાજોલે તાજેતરમાં પીટીઆઈના ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરી હતી.
તેણે કહ્યું, “હું તેમાં એક પણ ફેરફાર કરવા માગતી નથી.”કોઈ પણ કલાકારને તેની સફળ ફિલ્મ માટે ગૌરવ હોય છે, પરંતુ કાજોલ કહે છે કે તેની બોક્સ ઓફિસ પર ખાસ ન ચાલેલી ફિલ્મ અંગે પણ ગૌરવ અનુભવે છે. કાજોલે કહ્યું, “મને લાગે છે કે અત્યાર સુધીમાં મેં કરેલી લગભગ દરેક ફિલ્મનો મારી કૅરિઅરમાં મોટો ફાળો ધરાવે છે.
મારા માટે અંગત રીતે, હું તેની જવાબદારી લઉં છું. હું તેમના પુરેપુરી અને દરેક બાબતની જવાબદારી લઉં છું, હું મારી દરેકે દરેક ફિલ્મ માટે સંપુર્ણ જવાબદારી લઉં છું.
તેમાં શ્રેય મળે કે નામોશી, એ મારી છે.”જેમ સફળતા આવે એમ નિષ્ફળતા પણ આવે છે, જેમકે ૧૯૯૫માં કાજોલની ‘કરણ અર્જુન’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ આવેલી જે ખૂબ સફળ રહેલી પરંતુ, સામે ‘તાકાત’, ‘હલચલ’ અને ‘ગુંડારાજ’ બિલકુલ ચાલી નહોતી.
કાજોલ આ અંગે કહે છે, “જો એ નહોતી ચાલી તો, એ ટિકિટની દૃષ્ટિએ સારી નહીં ચાલી હોય. પરંતુ હા, તેમાંથી હું ઘણું શીખી હતી. મેં દરેક રીતે મારું શ્રેષ્ઠ આપવાની કોશિષ કરી હતી. ”કેમેરા સામે મોટા ભાગનું જીવન વિતાવનાર કાજોલ કહે છે, ત્રણ દાયકા લાંબી કારકિર્દી માટે ઙ્મજ ફિલ્મોની ઋણી છે. હવે તેની વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’ની બીજી સીઝન આવી રહી છે.
ત્યારે કાજોલે કહ્યું, “હું ઋણી છું કે, હું આ ઉંમરે પણ પહેલાં જેટલી જ પ્રસ્તુત રહી શકું છું. મારામાં ટેલેન્ટ છે, પરંતુ ઘણાં લોકો ટેલેન્ટ હોવા છતાં મારા જેવા નસીબદાર નથી હોતાં.’’SS1MS