Western Times News

Gujarati News

એલન-આકાશના શિક્ષણ કૌભાંડનો પર્દાફાશઃ ડમી એડમિશન કરતી સ્કુલો સામે કાર્યવાહી

પ્રતિકાત્મક

મંતવ્ય ન્યુઝનું સ્ટિંગ ઓપરેશન- વાલીઓ અને જનતા માગે છે ડમી એડમિશન કરતી સ્કુલ અને કોચિંગ કલાસિસ વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી

રાજકોટ, જરાતમાં શિક્ષણના નામે ચાલતા કૌભાંડનો મંતવ્ય ન્યુઝના સ્ટિંગ ઓપરેશનથી પર્દાફાશ થયા બાદ ડમી એડમિશન કરતી શાળા સ્કુલ અને કોચિંગ કલાસિસ વિરૂધ્ધ સોશિયલ મીડિયા પર જન આક્રોશની લહેર ફેલાઈ છે, એલન અને આકાશ ઈÂન્સ્ટટ્યુટની ગેરકાયદે પ્રવૃત્તિઓ, જેમાં ડમી એડમિશન અને સ્કુલો સાથેની સાંઠગાંઠનો સમાવેશ થાય છે, તેની સામે વાલીઓ અને જનતાએ રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકોની એક જ માંગ છે, એલન-આકાશને જેલ હવાલે કરો !

મંતવ્ય ન્યુઝના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. કોમેન્ટ્‌સમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ આકાશ અને એલનની શિક્ષણની આડમાં ચાલતી લૂંટને ધંધો ગણાવીને ટીકા કરી છે.

મંતવ્ય ન્યુઝના સ્ટિંગમાં ખુલાસો થયો છે કે, એલન અને આકાશ કેટલીક સ્કુલો સાથે મળીને ડમી એડમિશનનો ધંધો ચલાવે છે. વિદ્યાર્થીઓને સ્કુલમાં હાજરી આપવાની જગ્યાએ કોચિંગમાં રાખવામાં આવે છે, જ્યારે સ્કુલો ખોટી હાજરી બતાવીને ફી વસૂલે છે. આ ગેરરીતિઓથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકશાન થઈ રહ્યું છે. અને વાલીઓની લાખો રૂપિયાની લૂંટ થઈ રહી છે.

અમુક સ્કુલે મંતવ્ય ન્યુઝની તપાસ દરમિયાન મીડિયાને ધમકીઓ પણ આપી જેને લોકોએ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ગણાવી. સ્કુલના સ્ટાફની આ દાદાગીરીએ કૌભાંડની ગંભીરતાને વધુ ઉજાગર કરી છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ ધમકીઓની સખ્ત ટીકા કરી અને આવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

ઘણા વાલીઓએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટી રકમ ચૂકવે છે, પરંતુ બદલામાં તેમને શાળાનું શિક્ષણ મળતું નથી આ ઉપરાંત અન્ય સ્ટિંગ ઓપરેશનમાં પણ એલન અને આકાશ ઈÂન્સ્ટટ્યુટ જેવી કોચિંગ સંસ્થાઓની સમાન પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે, જે શિક્ષણના પવિત્ર વ્યવસાયને કલંકિત કરી રહી છે.

રાજકોટની ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલ ડમી એડમિશનનું હેડકવાર્ટર
રાજકોટમાં એલન અને ફિલોન ઈÂન્સ્ટટ્યુટ સાથે કેટલીક સ્કૂલની ગુપ્ત સાંઠગાંઠ ચાલી રહી છે. સ્કુલના રજીસ્ટ્રારમાં વિદ્યાર્થીઓના નામ નોંધાય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ સ્કુલમાં ભણવા જતા નથી. એલન અને ફિનોલ જેવા કોચિંગ કલાસિસ ક્રિષ્ના ઈન્ટરનેશનલ, અર્પિત, પી એન બી, પરિશ્રમ વગેરે જેવી સ્કુલ સાથે મળીને નકલી એડમિશનનું એક મોટું કાવતરૂ ચલાવી રહી છે.

શિક્ષણની આડમાં નાણાકીય લાભ મેળવવાની રતમ રમાઈ રહી છે. જેનો ભોગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બની રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ ખુદ વહેંચાઈને કોચિંગ કલાસિસ તેમજ ડમી સ્કુલ વચ્ચે કલાર્કની ભૂમિકામાં હોય એવું લાગી રહ્યું છે,

ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલના રજીસ્ટ્રરમાં વિદ્યાર્થીઓના નામ નોંધાય છે. પરંતુ આ વિદ્યાર્થીઓ શાલામાં ભણવા જતા નથી. તેના બદલે, તેઓ સીધા એલન કે ફિનોલના કોચિંગ કલાસરૂમમાં અભ્યાસ કરે છે. આ રીતે એડમિશન શાળામાં, અભ્યાસ એલનમાં!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.