ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ૧૩૬ શાળાના આચાર્યોએ અદાણી ફાઉન્ડેશન દહેજ પોર્ટની મુલાકાત લીધી

(પ્રતિનિધિ) ભરૂચ, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અદાણી ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક પહેલ ‘પ્રોજેક્ટ ઉડાન’ હેઠળ, ભરૂચ જિલ્લાની ૧૩૬ શાળાના આચાર્યો અને જિલ્લા શિક્ષણ અધિકાર સ્વાતીબા રાઓલએ અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટની મુલાકાત લીધી હતી.આ પ્રથમ વખત છે કે આ વિસ્તારના શાળાના વડાઓએ એકસાથે કોઈ ઔદ્યોગિક સંકુલની મુલાકાત લીધી છે.
પ્રોજેક્ટ ઉડાન, અદાણી જૂથના અધ્યક્ષ શ્રી ગૌતમ અદાણીની પ્રેરણાદાયક યાત્રાથી પ્રેરિત છે, જે ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને અદાણીના સાઇટ્સની મુલાકાત લેવાની અને કંપનીના દૈનિક કાર્યપ્રણાલીની સમજ મેળવવાની તક આપે છે. “પ્રોજેક્ટ ઉડાન યુવાન મનને મોટા સપનાઓ જોવા માટે પ્રેરિત કરે છે,
તેમને ભવિષ્યના ઉદ્યોગપતિઓ, નવીનતા લાવનારાઓ અને નેતા બનવા માટે સશક્ત બનાવે છે,જે દેશના ભવિષ્યને ઘડશે,” એમ અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણી કહે છે. આ પહેલ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ માટે મફત છે.જ્યારે ખાનગી સંસ્થાઓ માટે ન્યૂનતમ ફી લાગુ પડે છે.
હાલમાં ભારતભરના લાખો વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક અનુભવનો લાભ લીધો છે, જ્યારે તાજેતરની આ મુલાકાત ખાસ કરીને શાળાના વડાઓ માટે યોજાઈ હતી જેથી તેઓ સ્વઅનુભવથી આ મુલાકાતના મહત્વને સમજી શકે અને વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે.
આચાર્યોએ આ મુલાકાત માટે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે આ તેમની ઔદ્યોગિક કામગીરીની પ્રથમ રૂબરૂ મુલાકાત હતી.
સ્વાતીબા રાઓલએ અદાણી ફાઉન્ડેશનનો આ કાર્યક્રમ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની વિશાળ ઉદ્યોગોની મુલાકાત એક અદભૂત તક છે, જે વિદ્યાર્થીના દૃષ્ટિકોણને વિસ્તૃત કરશે.