Western Times News

Gujarati News

ર૦ર૯ સુધીમાં કોઈ ગામ પાયાની સુવિધાઓથી વંચિત નહીં રહેઃ અમિત શાહ

સાણંદનાં રૂ.૮૦ કરોડનાં વિકાસકાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ અને કેન્દ્રીયગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી અમીતભાઈ શાહે વિડીયો કોન્ફરસીગ માધ્યમથી સાણંદ વિધાનસભામાં વિસ્તારમાં રૂ.૮૦ કરોડના વિભીન્ન વિકાસકાર્યોના ર૪ લોકાર્પણ અને ૩પ ખાતમુહુર્ત કર્યા હતા

અને એવી ખાતરી ઉચ્ચારી કે આગામી ર૦ર૯ સુધીમાં સાણંદ મતક્ષેત્રનું એક પણ ગામ પાયાની સુવિધાઓથી વંચીત નહી રહે. તેઓએ કહયું હતું કે બાવળા સાણંદ નગરપાલિકાના વિકાસ માટે પણ આયોજન કરાયું છે. તેમાં ગટર, રોડ રસ્તા,આરોગ્ય પીવાનું પાણી દરેકસુવિધાઓ માટે આવનારા ચાર વર્ષમાં પૂર્તતા થાય તે પ્રમાણેનું પ્લાનીગ થઈ રહયું છે.

શાહે ઉમેયું હતુંકે સાણંદ વિધાનસભા ક્ષેત્રમાં ધોલેરા સ્પેશીયલ ઈકોનોમીક રીજીયન અને આસપાસના ઉધોગો ધમધમતા થશે પછી આ વિસ્તાર સમગ્ર રાજયમાં સૌથી વધુ વિકસીત તાલુકો બનશે અને તેનો સીધો લાભ સ્થાનીક લોકોને મળશે.

તેઓએ કહયુંકે તાલુકાના ૧૧ર ગામમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થાનો પ્રથમ તબકકો પુર્ણતાના આરે છે. જયારે આ પાણી ઘર અને ખેતર સુધી પહોચાડવા માટેનું કાર્ય ૧૧૦૦ કરોડના ખર્ચે શરૂ થશે. આ ઉપરાંત ઉધોગોમાંથી સીએસઆર માધ્યમથી ૧પ૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું આઈડેન્ટીફીકેશન પણ કરવામાં આવ્યું છે.

તેઓએ કહયું કે તેઓની તાજેતરની સાણંદ મુલાકાત વખતે સાણંદ જીઆઈડીસીના ઉધોગપતીઓ સાથે ગ્રામ્ય વિકાસ માટે ચર્ચા વિચારણા કરી હતી અને તેના માધ્યમથી જ દરેક ગામમાં આગામીદોઢથી બે વર્ષમાં તમામ સુવિધાઓ પ્રાપ્ય અને તેવા પ્રયાસો થઈ રહયા છે. આજે ૮૦ કરોડના ખર્ચે કરાયેલા વિકાસ કાર્યોમાં વૃક્ષારોપણ ગ્રામસડક, પ્રાથમીક શાળાઓ સહીત અનેક પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

શાહે પુર્ણ થયેલ ઉપરાષ્ટ્રપતીની ચુંટણી અંગે ઉલ્લેખ કરતા કહયું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણજીનો પ્રચંડ બહુમતીથી વિજય થયો છે.

તેમણે વધુમાં કહયું કે તાજેતરમાં સેમીકોન ઈન્ડીયા ર૦રપ અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૩ર બીટ પ્રોસેસર ચીપ વિક્રમનું અનાવરણ કર્યું છે. સાણંદમાં પણઅમેરીકાના કંપની દ્વારાચીપનું નિર્માણ શરૂ થવા જઈ રહયું છે. અને આ એકમ શરૂ થયા બાદ ક્ષેત્રના વિકાસમાં એક નવું પરીણામ ઉમેરાશે. દરેક ગામમાં ખાલી જગ્યામાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે દિશામાં સૌએ સામુહીક પ્રયનો કરવા જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.