ભારત સાથેના યુએસના સંબંધો વિશ્વમાં સૌથી શ્રેષ્ઠઃ માર્કો રૂબિયો

ન્યૂયોર્ક, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ઓઈલ ખરીદવા બદલ ભારત પર ૫૦ ટકાની જંગી ટેરિફ લાદી છે. ટ્રમ્પના આ તઘલખી નિર્ણય બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી છે.
જોકે ટ્રમ્પ અને તેના સહયોગીઓ વારંવાર ભારતને તેનું શ્રેષ્ઠ મિત્ર ગણાવતાં ઠાલાં નિવેદનો કરતાં રહે છે. આવા જ એક નિવેદનમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ ભારત સાથેના તેના સંબંધોને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ગણાવ્યાં છે.
રુબિયોના જણાવ્યાં અનુસાર ભારત-અમેરિકાના સંબંધો અસાધારણ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે.ભારતમાં નવા નિમાયેલાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોરની સેનેટની ફોરેન રિલેશ કમિટી સમક્ષ ઓળખ આપતાં રુબિયોએ જણાવ્યું હતું કે, ભારતમાં રાજદૂત તરીકે ગોરની પસંદગી કરાઈ છે.
રુબિયોએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૧મી સદીની ગાથા ઈન્ડો-પેસિફિકમાં લખાશે, અને ભારત તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે. અમે ભારત સાથેના સંબંધોમાં પરિવર્તન સાધારણ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ. યુક્રેનની ઘટના ઉપરાંત અન્ય ક્ષેત્રોના મહત્વપૂર્ણ મામલાઓમાં અમારે ભારત સાથે કામ કરવાની અને ઉકેલ લાવવાની જરૂર છે.
ગોરે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે ટેરિફના કારણે સર્જાયેલો તણાવ આગામી થોડાં સપ્તાહમાં દૂર થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેરિફના મુદ્દે બંને દેશો વચ્ચે તીવ્ર મતભેદો નથી.SS1MS