નર્મદા નદીમાંથી બે અલગ અલગ સ્થળોએ બિનવારસી મૃતદેહ મળી આવ્યા

અંકલેશ્વર, ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન નર્મદા નદીમાંથી બે અલગ અલગ સ્થળોએ બિનવારસી મૃતદેહો મળી આવતા ચકચાર મચી છે.
કુકરવાડા ગામની નદી કિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો તો બીજા દિવસે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલ્વે બ્રિજ પાસે નદીના પાણી ભરાયેલા ખાડામાંથી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.ગઈકાલે કુકરવાડા ગામની નદીકિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ ગ્રામજનોએ જોયો હતો.
ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચીને મૃતદેહને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા તથા પોલીસને જાણ કરી હતી.
બાદમાં સોશિયલ મીડિયા પર માહિતી મુકતા, મૃતક ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામનો ૨૫ વર્ષીય યુવક હોવાનું તેના પરિવારજનોએ ઓળખ આપી હતી.
જ્યારે આજ રોજ ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલ્વે બ્રિજ પાસે નદીના પાણી ભરાયેલા ખાડામાંથી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
સ્થાનિક નાવિકોએ મૃતદેહ જોયા બાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. સોલંકી તથા તેમની ટીમે મૃતદેહને બહાર કાઢી અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે.SS1MS