Western Times News

Gujarati News

સલમાન ખાન લદ્દાખમાં શૂટ દરમિયાન ભારતીય સેનાને મળ્યો

મુંબઈ, સલમાન ખાને હવે તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ માટે લદ્દાખમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. પહેલાં તેણે ક્લેપબોક્સ સાથેનો ફોટો શેર કરીને શૂટ શરૂ થયું હોવાનો સંકેત આપ્યો હતો. હવે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર સલમાન ખનની ભારતીય સેના સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.

આમાંની કેટલીક તસવીરોમાં સલમાન ખાન પહાડો વચ્ચે સેનાના જવાનો સાથે ઉભેલો દેખાય છે. જ્યારે અન્ય એક ફોટોમાં સલમાન ખાન સેનાના પરિવારો સાથે દેખાય છે.

તેમાંથી એક સૈનિકે હાથમાં બાળકને પણ તેડેલું છે, જ્યારે તેની પત્ની પણ સલમાન ખાનની બાજુમાં ઉભેલી દેખાય છે. સલમાન આ લોકો સાથે સ્માઇલ કરતો ઉભેલો દેખાય છે.

આ ઉપરાંત એક વીડિયો પણ છે, જેમાં પહાડોની સામે કેટલાક તંબુ પણ દેખાય છે. તેના પરથી અંદાજ આવે છે, કે ફિલ્મની ટીમ સેટ તૈયાર કરી રહી છે. જ્યારે સલમાન ખાન એક ગાડીમાં બેઠેલો દેખાય છે. જ્યારે વધુ એક તસવીરમાં તે ઓલીવ ગ્રીન ટીશર્ટમાં, કેમોફ્લાજ કાર્ગાે પેન્ટ અને શૂઝ સાથે દેખાય છે.

સાથે તેણે ડાર્ક સનગ્લાસ પણ પહેર્યાં હતાં. અપુર્વ લાખિયા સલમાન ખાનની આ ફિલ્મ ડિરેક્ટ કરે છે, આ ફિલ્મ ૨૦૨ની ગલવાન ખીણમાં ચીનની સેના સાથે ભારતીય સેનાની અથડામણ પર આધારીત છે.

જ્યારે તાજેતરમાં પીટીઆઈ સમાચાર એજન્સી સાથેના એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાને કહ્યું હતું કે આ ફિલ્મ મતેના માટે, “શારિરીક રીતે બહુ મહેનત માગે તેવી છે. દરેક વર્ષ, દરેક મહિને અને દરરોજ તે વધુ અને વધુ અઘરી બની રહી છે. હવે તેને વધુ સમય આપવો પડે છે. પહેલાં હું માત્ર અઠવાડિયામાં એક-બે દિવસ કસરત કરતો હતો. હવે હું દોડું છું, કિકિંગ કરું છું, પંચિંગ અને આવી કસરતો કરું છું.

આ ફિલ્મની એવી જરૂરિયાત છે. દાખલા તરીકે સિકંદરમાં અલગ પ્રકારની એક્શન હતી, પાત્ર અલગ હતું. પરંતુ આ શારિરીક રીતે અઘરું છે. સાથે જ લદ્દાખમાં શૂટિંગ, ઉંટાઈ, ઠંડી અને ઠંડું પાણી અલગ જ પડકાર છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.