Western Times News

Gujarati News

ઓટો રિક્ષા/ટેક્ષી/કેબમાં માલિકનું નામ તેમજ પોલીસ કંટ્રોલના નંબરો હોવા ફરજીયાત

પ્રતિકાત્મક

અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષા/ટેક્ષી/કેબનું સંચાલન કરતા માલિકોએ વાહનની પાછળ વાહન નંબર, માલિકનું નામ તથા હેલ્પલાઈન નંબર ફરજીયાતપણે લખવા અંગેનું પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદ શહેર ઔધોગિક રીતે વિકસીત શહેર છે.જેથી શહેરમાં માર્ગો મારફતે જાહેર જનતાની અવર જવર મોટા પ્રમાણમાં થતી રહે છે. શહેરમાં આવતા જતા મુસાફરો ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીનો બહોળો ઉપયોગ કરે છે. ભુતકાળમાં ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીમાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડ૫, લુંટ/ઘાડ, મહીલા/બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો બનવા પામેલ છે. આવા બનાવોમાં ભોગ બનનાર નાગરીકો ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીના નંબર જાણતા નહી હોવાના કારણે ગુન્હાઓ વણશોધાયેલ રહે છે.

ઉપરોક્ત હકિકતો અને સૂચનો ધ્યાને લેતાં, અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીમાં મુસાફરી કરતાં મુસાફરો સહેલાઇથી જોઇને વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટની પાછળના ભાગે વાહન નંબર, વાહન માલિકનું નામ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કંટ્રોલના નંબરો અને હેલ્પ લાઈન નંબરી ફરજીયાતપણે ઓઇલ પેઇન્ટ કે કાયમી પાર્કર પેન દ્વારા (એક વાર લખ્યા પછી ભુસાય નહી તે પ્રકારનું લખાણ) લખવા,

એ બાબતેનું જાહેરનામું બહાર પાડવાની જરૂર જણાય છે. (વાહન ચાલકો અમુક સમયે બદલાતા હોવાથી વાહન ચાલકનું નામ ભુસી શકાય તેવી સ્કેચ પેનથી લખવુ) જેથી ઉપરોક્ત જણાવેલ વિગતો ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીના વાહન ચાલકની સીટ પાછળ દર્શાવવાથી લોકોના જાન અને સલામતીને થતુ જોખમ નિવારવા અને લોકોને સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર જાહેર હિતમાં હું, જી.એસ.મલિક, આઈ.પી.એસ. પોલીસ કમિશનર,

અમદાવાદ શહેરને મને મળેલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ અંતર્ગતની સત્તા અન્વયે નીચે મુજબની બાબતોનો તમામ ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીના ચાલક તથા માલિક દ્વારા પાલન થાય તે માટેનો હુકમ કરૂ છું.

અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષા/ટેક્ષી/કેબનું સંચાલન કરતા ઓટો રિક્ષા/ટેક્ષી/કેબનાં ચાલકો માલિકે વાહનમાં પેસેન્જર બેસવાની જગ્યાથી નજર સામે સ્પષ્ટ દેખાય તે રીતે વાહન ચાલકની સીટની પાછળના ભાગે અંગ્રેજી ભાષામાં વાહન નંબર, વાહન માલિકનું નામ, વાહન ચાલકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના નંબરો અને હેલ્પ લાઈન નંબરો ૧૨ ઈંચ× ૧૦ ઇંયની સાઈઝના બોર્ડ ઉપર આશરે ૧૩ m.m.

એટલે કે કોમ્પ્યુટરની ૫૦ ની ફોન્ટ સાઈઝ તથા રજીસ્ટ્રેશન માહિતી નંબરની વચ્ચેની જગ્યા (સ્પેસ આશરે 30 m.m. ની રાખી ફરજીયાતપણે ઓઇલ પેઇન્ટ કે કાયમી માર્કર પેન દ્વારા (એક વાર લખ્યા પછી ભુસાંય નહી તે પ્રકારનું લખાણ) નીચે મુજબનું રહેશે. (વાહન ચાલકો અમુક સમયે બદલાતા હોવાથી વાહન ચાલકનું નામ ભુસી શકાય તેવી સ્કેચ પેનથી લખવુ)

Vehicle No:

Owner’s Name:

Driver’s Name:

Police Helpline No: 100

Women’s Helpline No: 181

Traffic Helpline No: 1095

આ હુકમ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં ભારતીય નાગરિક સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૧૬૩ ની જોગવાઈ હેઠળ મહત્તમ સમય મર્યાદાને આધિન બે માસ માટે એટલે કે તા.૧૬/૦૯/૨૦૨૫ના રાત્રી કલાક ૦૦.૦૦થી તા.૧૪/૧૧/૨૦૨૫ના કલાક ૨૪/૦૦ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.