જ્હાન્વી ટોરન્ટો ફેસ્ટિવલમાં પ્રાડાની સાડી અને કોલાપુરી ચંપલ પહેરીને પહોંચી

મુંબઈ, જ્હાન્વી કપૂરની ફિલ્મ ‘હોમબાઉન્ડ’નું હવે કેન્સ પછી ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થઈ રહ્યું છે, ત્યારે તેના ટોરન્ટોના લૂકની ચર્ચા છે. તે રિઆ કપૂરે સ્ટાઇલ કરેલા પ્રાડાના ૨૦૦૪ સ્પ્રિંગ કલેક્શનની ગોલ્ડ સાડી પહેરીને ટોરન્ટો પહોંચી છે.
જ્હાન્વી કપૂરે ખરેખર એક સ્ટ્રેપલેસ ગોલ્ડન ડ્રાસ પહેર્યાે હતો. જે સાડીમાંથી પ્રેરિત છે. આ ડ્રેસ માટેના કાપડમાં સાડીથી પ્રેરિત બારીક એમ્બ્રોઇડરી કરવામાં આવી છે.
જેમાં ઇન્ડિયન સાડીને મોડર્ન લૂક આપવામાં આવ્યો છે, તેમાં જ્હાન્વીએ એક ડેર્સે પર ઓવરકોટ પ્રકારનું ડ્રેસિંગ કર્યું હતું. જોકે, આ ડ્રેસ મહત્વનો દેખાય તે માટે જ્હાન્વીએ લૂકમાં ઓછામાં ઓછી જ્વેલરી અને સિમ્પલ હેરસ્ટાઇલ કરી હતી.
ખાસ તો અપરાજિતા તૂર દ્વારા ડિઝાઇન કરેલા આઇકોનિક કોલાપુરી ચંપલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફેસ્ટિવલમાં અન્ય એક લૂકમાં તે બોલિવૂડના જાણીતા લૂકની શિફોન સાડીમાં પણ દેખાઈ હતી. જેમાં હાથથી બારીક રેશમી દોરાનું કમ કરવામાં આવ્યું હતું.
તેમાં ફ્લોરલ ડિઝાઇન કરવામાં આવી હતી. આ સાડી સાથએ તેણે એક બેકલેસ બ્લાઉઝ પહેર્યું હતું. તેની સાથે ૧૯૮૦ની સ્ટાઇલનું એક જામાવર જેકેટ પહેર્યું હતું. પ્રાડાએ ૨૦૦૪માં ભારતીય હસ્તકળાઓથી પ્રેરિત કલેક્શન લોંચ કર્યું હતું. જેમાં ભારતીય હસ્તકળાઓની પરંપરાને માન આપીને વિવિધ કાપડ, એમ્બ્રોઇડરી અને સાડી પ્રેરિત ડ્રેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ડ્રેસ પહેરીને જ્હાન્વીએ પ્રાડાના કલ્ચરલ ફ્યુઝનના ઇતિહાસને પુનર્જિવીત કર્યાે હતો. આ ફેસ્ટિવલમાં જ્હાન્વી સાથે ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવા પણ જોડાયા છે.SS1MS