Western Times News

Gujarati News

ભારત ફોર્જે એરોસ્પેસ ટેક્નોલોજી ટ્રાન્સફર અને ઇનોવેશન માટે યુકેની કંપની સાથે કરાર કર્યા

ભારત ફોર્જ અને વિન્ડરેસર્સે ડીએસઇઆઇ યુકે 2025 ખાતે ભારતમાં યુએવી કામગીરીને આગળ વધારવા એમઓયુ કર્યાં

 લંડન (યુકે), 12 સપ્ટેમ્બર, 2025: ભારતના સૌથી મોટા ફોર્જિંગ અને એડવાન્સ્ડ એન્જિનિયરીંગ ગ્રૂપ ભારત ફોર્જ લિમિટેડ (બીએફએલ) અને યુકે સ્થિત વિશ્વના સૌથી કુશળ ડ્યુઅલ-યુઝ હેવી-લિફ્ટ ડ્રોનના નિર્માતા વિન્ડરેસર્સ લિમિટેડે સમગ્ર ભારતમાં વિન્ડરેસર્સ અલ્ટ્રા અનમેન્ડ એરિયલ વ્હીકલ (યુએવી)ની તૈનાતી, લોકલાઇઝેશન અને એપ્લીકેશન માટે સહયોગ કરવા સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ એમઓયુ ઉપર લંડનમાં ડીએસઇઆઇ યુકે 2025માં હસ્તાક્ષર કરાયાં હતાં.

યુકે-ઇન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) અંતર્ગત થયેલી ભાગીદારી બંન્ને દેશોમાં એરોસ્પેસ ટેક્નોલોજી ટ્રાન્સફર અને ઇનોવેશનને આગળ ધપાવશે, જે ઇન્ડિયા-યુકે વિઝન 2035ના લક્ષ્યો સાથે સુસંગત છે. આ એમઓયુ પ્રારંભિક બે વર્ષના સમયગાળાથી શરૂ થાય છે, જે બંન્ને કંપનીઓને લોકલાઇઝેશનને આગળ વધારવા, જોઇન્ટ ટ્રાયલ હાથ ધરવા તેમજ ભારતમાં તૈનાતી માટે એક નિર્ણાયક કરારને આકાર આપવાની તક આપે છે.

ભારત ફોર્જ અને વિન્ડરેસર્સ સાથે મળીને અલ્ટ્રાની ક્ષમતાઓ સાથે ભારતીય સેના અને સિવિલ સેક્ટરમાં ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે. તેમાં ભારતીય નૌકાદળ માટે કેરિયર ઓન બોર્ડ ડિલિવરી (સીઓડી) કામગીરી, ભારતીય સેના અને ભારતીય વાયુસેના માટે મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ અને વિવિધ ઓપરેશનલ વાતાવરણમાં અન્ય મુખ્ય ભૂમિકાઓનો સમાવેશ થાય છે.

ભારત ફોર્જના જોઇન્ટ એમડી અમિત કલ્યાણીએ કહ્યું હતું કે, અમે યુકે-ઇન્ડિયા એફટીએ દ્વારા પ્રોત્સાહિત સકારાત્મક માહોલમાં વિન્ડરેસર્સ સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. વિન્ડરેસર્સ અલ્ટ્રા ભારતની સ્વદેશી યુએવી ક્ષમતાઓને જ નહીં, પરંતુ વિશ્વના કેટલાક સૌથી પડકારજનક ભૌગોલિક વિસ્તારોમાં ખૂબજ આવશ્યક  લોજિસ્ટિક્સ માટે મજબૂત ઉકેલો પણ પ્રદાન કરે છે.

ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી પેલોડ ક્ષમતા અને ઉચ્ચ-ઊંચાઈ, દરિયાઈ અને અંતરિયાળ ભૂપ્રદેશોમાં બેજોડ પ્રદર્શન સાથે વિન્ડરેસર્સ અલ્ટ્રા ટ્રાઇ-સર્વિસ જરૂરિયાતો માટે અનુકૂળ છે. તે ત્રણેય ડોમેન્સ, નૌસેના, વાયુ અને થલસેનાની જરૂરિયાતને અનુરૂપ અમારી ઓફરિંગને વિસ્તૃત કરે છે, જે ભારતીય સંરક્ષણ મંત્રાલયના 15-વર્ષના રોડમેપને અનુરૂપ છે. તે ઇનમેન્ડ લોજિસ્ટિક્સ, નૌકાદળ કામગીરી, ઉચ્ચ-ઊંચાઈ સપ્લાય ચેઇન્સ અને ડ્યુઅલ-યુઝ ટેક્નોલોજીને પ્રાથમિકતા આપે છે.”

વિન્ડરેસર્સ અલ્ટ્રાએ પહેલાથી જ આંતરરાષ્ટ્રીય કામગીરીમાં તેની મલ્ટી-મિશન સ્થિતિસ્થાપકતા અને વિશ્વસનીયતા સાબિત કરી દીધી છે, જેમાં એન્ટાર્કટિક રિસર્ચ મિશન માટે તેના વર્તમાન સહયોગનો સમાવેશ થાય છે. તે જોખમી અને દુર્ગમ ભૂપ્રદેશ ઉપર સલામત અને કાર્યક્ષમ પરિવહનને સક્ષમ કરીને ભારતને સમાન લાભ પહોંચાડવાની અપેક્ષા છે.

વિન્ડરેસર્સના સીઈઓ સિમોન મુડેરેકે કહ્યું હતું કે, ભારત ફોર્જ સાથે સહયોગ એ વિન્ડ્રેસર્સ અલ્ટ્રાના ડ્યુઅલ-યુઝ કામગીરીને વિસ્તૃત કરવામાં એક મુખ્ય પગલું છે. અમારી ભાગીદારી અલ્ટ્રા રિસર્ચ, વિકાસ, પરીક્ષણ અને કામગીરીના વર્ષોનો લાભ લેશે તથા ભારતના ડિફેન્સ અને સિવિલ હિસ્સેદારો માટે વ્યૂહાત્મક લાભો અને કાર્યકારી સ્વાયત્તતા પ્રદાન કરશે.”

વિન્ડરેસર્સ અલ્ટ્રા એક પ્રોપરાઇટરી મિશન કંટ્રોલ અને ઓટોપાયલટ સિસ્ટમનો ઉપયોગ કરે છે તેમજ તે છ થી સાત કલાકના મિશન માટે રચાયેલ છે. અલ્ટ્રા ભારતના સમુદ્રી અને ટાપુ પ્રદેશો, ઉચ્ચ-ઊંચાઈવાળા હિમાલય ભૂપ્રદેશ અને ભારતના દૂરના ઉત્તરપૂર્વથી લઈને વિવિધ વાતાવરણમાં કાર્ય કરવા માટે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે.

આ એમઓયુ ભારત ફોર્જ અને વિન્ડરેસર્સ વ્યાપક એરોસ્પેસ વૃદ્ધિ વ્યૂહરચના સાથે સુસંગત છે, જેમાં ભારતમાં યુએવી ક્ષમતાઓને આગળ વધારવા, નવીનતા, ટેકનોલોજી ટ્રાન્સફર અને સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક એરોસ્પેસ એપ્લિકેશનોને ટેકો આપવાનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.