Western Times News

Gujarati News

RTOમાં એક નવા જ પ્રકારના લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો

પ્રતિકાત્મક

૨૨ સેકન્ડમાં ૧૦ સવાલના સાચા જવાબ આપતા પકડાયું લર્નિગ લાયસન્સનું કૌભાંડ -લર્નિગ લાયન્સ માટેની આ ટેસ્ટ ઓનલાઈન હોય છે અને સરકાર દરેક પ્રશ્નના જવાબ આપવા માટે ૩૦ સેકન્ડ ફાળવે છે

અમદાવાદ, અમદાવાદ આર.ટી.ઓ.માં એક નવા જ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થયો છે. તમે લાયસન્સ વહેલું કઢાવવાથી લઈને જુદા જુદા કારણે એજન્ટો સાથે રુપિયાની લેવડ-દેવડના ઘણા કિસ્સા સાંભળ્યા હશે અને છાપે વાંચ્યા હશે. પરંતુ અમદાવાદમાં એક નવા પ્રકારનું કૌભાંડ સામે આવ્યું જે છે લ‹નગ લાઈસન્સ મેળવવાનું કૌભાંડ.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આર.ટી.ઓ.) એ ઓનલાઈન લર્નર્સ લાયસન્સ ટેસ્ટમાં હેરાફેરી સાથે સંકળાયેલ એક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. જેમાં બે અરજદારોએ અનુક્રમે માત્ર ૨૨ અને ૨૭ સેકન્ડમાં ૧૦ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા, જેનાથી શંકાઓ ઉભી થતા તપાસ કરવામાં આવી અને આખું કૌભાંડ સામે આવ્યું છે. મહત્વનું છે કે લ‹નગ લાયન્સ માટેની આ ટેસ્ટ ઓનલાઈન હોય છે અને સરકાર દરેક પ્રશ્નના જવાબ આપવા માટે ૩૦ સેકન્ડ ફાળવે છે.

અમદાવાદ આર.ટી.ઓ.ની તપાસમાં લર્નિગ લાઈસન્સ માટેની ટેસ્ટમાં પકડાયેલા કૌભાંડથી સારથી પરિવહન પોર્ટલમાં રાજ્યવ્યાપી તપાસ શરૂ થઈ છે, જે સરકારના ડ્રાઇવિંગ લાઇસન્સ સેવાઓ માટેનું સત્તાવાર પ્લેટફોર્મ છે. કૌભાંડ સામે આવ્યા પછી અધિકારીઓને શંકા છે કે ભારતભરમાં ઘણા અરજદારોએ તેમના લર્નર્સ લાયસન્સ મેળવવા માટે સિસ્ટમમાં છેડછાડ કરી હોઈ શકે છે.

સરકારે દરેક પ્રશ્ન માટે ૩૦ સેકન્ડ જેટલો સમય ફાળવ્યો હોવા છતાં, અરજદારોએ અડધા મિનિટથી ઓછા સમયમાં ૧૫ માંથી ૧૦ પ્રશ્નોના સાચા જવાબ આપીને ફરજિયાત પરીક્ષા પાસ કરી ત્યારે આ વિસંગતતા પ્રકાશમાં આવી. આ ઘટનાએ આર.ટી.ઓ. અધિકારીઓમાં ચિંતા ફેલાવી છે, જેના કારણે સોમવારે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં મળેલી બેઠક બાદ તપાસ શરૂ થઈ.

પરિવહન વિભાગના મુખ્ય સચિવ રમેશ ચંદ મીણાએ જણાવ્યું હતું કે, “હું પોર્ટલના ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરતા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના અધિકારીઓને બોલાવીશ, જેથી ખાતરી કરી શકાય કે સિસ્ટમમાં આ રીતે કેવી રીતે છેડછાડ થઈ શકે છે.”

અધિકારીના જણાવ્યા મુજબ, એક વ્યક્તિએ બ્રાઉઝર ડેવલપર ટૂલ્સનો ઉપયોગ કરીને ઓનલાઈન લર્નર્સ લાયસન્સ ટેસ્ટમાં છેડછાડ કરી હતી. આ કૌભાંડમાં sarathi.praivahan.gov.in  માં લોગ ઇન કરવું અને પછી બ્રાઉઝરમાં ચોક્કસ પેસ્ટ કરીને ૪૦૪ ભૂલ ટ્રિગર કરવી શામેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.