Western Times News

Gujarati News

ખેડૂતોને દિવેલાના ઊભા પાકમાં ચુસિયા પ્રકારની જીવાતો માટે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરાઇ

પ્રતિકાત્મક

સમગ્ર રાજ્યના ખેડૂતોએ ચોમાસાની ઋતુમાં મોટા પ્રમાણમાં દિવેલાના પાકનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ ઉગી નીકળેલા પાકોને રોગ-જીવાતથી સુરક્ષિત રાખવા ખેડૂતો દ્વારા પાક માવજત માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકાર પણ રોગ-જીવાતથી પાકને થતા નુકશાનને અટકાવવા હરહંમેશ ખેડૂતોની પડખે રહી છે. જે અંતર્ગત રાજ્યમાં દિવેલાના ઊભા પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે સરદાર કૃષિ યુનિવર્સિટીના તેલિબીયા સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતોને મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

જેમાં દિવેલાના ઊભા પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પીળા ચીકણા પિંજર ૧૦ પ્રતિ હેક્ટરે લગાવવા જેથી સમયસર નિયંત્રણના પગલાં ભરી શકાય.

આ ઉપરાંત ચુસિયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ સમયે લીંબોળીનું તેલ ૫૦ મી.લી. અથવા એઝાડિરેક્ટીનયુક્ત ૧૫૦૦ પીપીએમ દવા ૫૦ મી.લી. સાથે ૧૦૦ મી.લી. તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે ઉમેરી છંટકાવ કરવો. ચુસિયા પ્રકારની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લિકાની અથવા બ્યુવેરીયા બેસિયાના ફુગનાશક પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ઉપદ્રવ સમયે છંટકાવ કરવો.

તેલિબીયા સંશોધન કેન્દ્ર દ્વારા પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાંજંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટેઆપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવ્યું છે. 

આ અંગે વધુ જાણકારી વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ  અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવાતેલિબીયા સંશોધન કેન્દ્રસરદાર કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.