Western Times News

Gujarati News

ગેરમાર્ગે દોરતી માહિતીનો ફેલાવો અટકાવી અધિકૃત માહિતીના પ્રસાર પર ભાર મૂકાયો

ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશભરના CEO કાર્યાલયોના મીડિયા અને કોમ્યુનિકેશન નોડલ અધિકારીઓ માટે વર્કશોપ યોજાયો

ભારતના ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમારની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીઓ ખાતે કાર્યરત મીડિયા અને કોમ્યુનિકેશનના નોડલ અધિકારીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ECI holds One-day workshop for Media and Communication Officers of CEO offices

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના કાર્યાલયોના 51 મીડિયા નોડલ ઓફિસર્સ અને સોશિયલ મીડિયા નોડલ ઓફિસર્સે ભાગ લીધો હતો.

મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિતોને સંબોધિત કર્યા હતા. ગેરમાર્ગે દોરતી ખોટી માહિતીનો વધતા પ્રભાવ જોખમી સાબિત થઈ શકે છે ત્યારે તથ્યોના આધારે ખોટી અને ભ્રામક માહિતીનો ફેલાવો અટકાવવા તથા ચૂંટણીઓ બંધારણની જોગવાઈઓની કડક અમલવારી સાથે યોજાય તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

તદુપરાંત મીડિયા અને અન્ય પક્ષકારોને સમયસર અને તથ્યપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલયોની કોમ્યુનિકેશન ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા અંગેના વર્કશૉપ પણ યોજાયો હતો.

આ સાથે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)ને સોશિયલ મીડિયાના દ્રષ્ટિકોણથી રજૂ કરવા ઉપરાંત ગેરમાર્ગે દોરતી માહિતી વિરૂદ્ધ ઉપયોગી સાધનોતકનીકો અને વ્યૂહરચનાઓ જેવા વિવિધ વિષયો પર સત્રોનું આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કેઅગાઉ 9 એપ્રિલ, 2025 અને 5 જૂન, 2025 ના રોજ નવી દિલ્હી ખાતે આ પ્રકારના વર્કશૉપ્સ યોજવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.