Western Times News

Gujarati News

બુલેટ ટ્રેન પ્રોજેકટમાં 157 કિ.મી.ના કોરિડોર ઉપર ટ્રેક નાંખવાના કામ માટે કરાર કરાયા

File photo

મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી ઝરોલી ગામ સુધી ટ્રેક નાંખવાનું કામ કરાશે

સુરત, બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે ટ્રેક નાંખવાના કામ માટે નેશનલ હાઈ સ્પીડ રેડ કોર્પોરેશન લિમિટેડે ગુરૂવારે લાર્સન એન્ડ ટ›બો લિમિટેડ સાથે કરાર કર્યો હતો. મહારાષ્ટ્રમાં ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવે માટે ટ્રેક અને ટ્રેક સંબંધિત કાર્યોના ડિઝાઈન, સપ્લાય અને કન્સ્ટ્રકશન સહિત ટેસ્ટીંગ અને કમિશનિંગ માટે કરાર કર્યો છે.

મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી ગુજરાત સીમા પાસે આવેલા ઝરોલી ગામ સુધીનો અંદાજે ૧પ૭ રૂટ કિ.મી.ના રૂટ ઉપર, જેમાં ચાર (૦૪) સ્ટેશનો તથા થાણે ખાતેના રોલિંગ સ્ટોક ડેપો માટેના ટ્રેક કાર્યોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં ટ્રેક કન્સ્ટ્રકશનનું કામ (પેકેજ ટી-ર અને ટી-૩ હેઠળ) ર૦૦ કિ.મી.થી વધુ વાયકડટ પર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આ ત્રણેય પેકેજના કામ ભારતીય કંપનીઓને અપાયા છે

જેથી બુલેટ ટ્રેનના ઈન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજીમાં ભારતની ક્ષમતા અને જ્ઞાનમાં વધારો થયો છે. જાપાનીઝ હાઈ સ્પીડ રેલ (શિંકાન્સેન)માં ઉપયોગમાં લેવાતી બેલેસ્ટ-લેસ સ્લેબ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ (એએએચએસઆર) માટે કરાઈ રહ્યો છે.

આ એમઓયુ હેઠળ જાપાન રેલવે ટેકનિકલ સર્વિસ (જાટ્‌ર્સ) દ્વારા ભારતીય ઈજનેરો, વર્ક લીડર્સ, સુપરવાઈઝર્સ અને ટેકનિશિયનો માટે વ્યાપક તાલીમ અને પ્રમાણપત્ર કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ગુજરાતના ટી-ર અને ટી-૩ પેકેજ હેઠળ અંદાજે ૪૩૬ ઈજનેરોને આ અદ્યતન તકનીકોમાં પહેલેથી જ તાલીમ આપવામાં આવી ચૂકી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.