બોગસ ડોક્ટર પાસેથી દવાઓ, ઇંજેક્શન તેમજ મેડીકલના સાધનો મળ્યા

AI Image
મહેમદાવાદના હિરાચંદની મુવાડી ગામમાંથી બોગસ ડોકટર ઝડપાયો-કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એસ.ઓ.જી.ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ સ્ટાફના પો.સ.ઇ જે.પી.પઢીયાર અને સ્ટાફ નાઓ ચાર્ટર સંબંધી કામગીરી માટે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કો. જયેશકુમાર તથા સહદેવભાઇ નાઓને મળેલ સયુક્ત માહિતી મળેલ કે મહેમદાવાદ પો.સ્ટે. વિસ્તારનાં હિરાચંદની મુવાડી ગામે હિંમતસિંહ પ્રતાપભાઈ વાઘેલા નાઓ બોગસ ડોકટર તરીકે પોતાના રહેણાંક મકાનમાં દવાખાનું ખોલીને એલોપેથીક તબીબ તરીકે પ્રેકટીસ કરતો હોવાની માહિતી હકીકત મળતાં
મેડીકલ ઓફીસર સા.ડૉ. કલ્પિત અગ્રાવત, મેડીકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેંદ્ર, ઘોડાસર તા. મહેમદાવાદ જી. ખેડા. તથા તેઓની ટીમને સાથે લઇ પંચોના માણસો સાથે સદર જગ્યાએ જતાં આ કામના આરોપી હિંમતસિંહ પ્રતાપભાઇ વાઘેલા રહે. ડેરીવાળુ ફળીયું, હિરાચંદની મુવાડી, મુ. કુણા તા. મહેમદાવાદ જી. ખેડાનો હોવાનુ જણાવેલ અને પોતે તબીબી પ્રેક્ટીસ કરતો હોવાનુ જણાવેલ.
સદર આરોપી પાસેથી જુદી જુદી કંપનીની એલોપેથીક મેડીસીન, ઇંજેક્શન તેમજ મેડીકલના સાધનો મળી કિ.રૂ.૧,૦૯,૬૭૫.૨૩/- ના કુલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે અને મહેમદાવાદ પો.સ્ટે. પાર્ટ એ.ગુરનં -૧૧૨૦૪૦૪૧૨૫૦૮૯૫ /૨૦૨૫, ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૯(૨) મુજબનો ગુનો દાખલ કરી
જે બાબતેની ફરીયાદ મેડીકલ ઓફીસર શ્રી ડૉ. કલ્પિત અગ્રાવત, નાઓએ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી(૧) હિંમતસિંહ પ્રતાપભાઈ વાઘેલા રહે. ડેરીવાળુ ફળીયું, હિરાચંદની મુવાડી, મુ. કુણા તા. મહેમદાવાદ જી.ખેડા