Western Times News

Gujarati News

દહેજની ઓર્ગેનીક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

ભરૂચ, ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા જ દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડ્યા હતા.

બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.ભરૂચના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં આજરોજ બપોરના સમયે આગ ફાટી નીકળી હતી.

આગ ફાટી નીકળતા જ દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયરફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. કંપનીના વેરહાઉસમાં રહેલ કેલ્શિયમ હાઈપોક્લોરાઈડના જથ્થામાં આગ ફાટી નીકળી હતી, જેના પર ત્રણ ફાયરફાઈટર્સ દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો.

ગયા વર્ષે પણ આ જ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. દહેજ ઔદ્યોગિક વસાહતમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે, જે ચિંતાનું મોટું કારણ કહી શકાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.