Western Times News

Gujarati News

સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને ૨૦ વર્ષની સજા

અમદાવાદ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં ૧૪ વર્ષના એક કિશોરને ૧૬ વર્ષ અને ૬ મહિનાની વય ધરાવતા કિશોર દ્વારા બળજબરીપૂર્વક મણિનગર રેલ્વે કોલોની પાસે લઇ જઇ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપવાના ચકચારભર્યા કેસમાં અત્રેની જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળની સ્પેશિયલ કોર્ટના જજ મનીષ પ્રદ્યુમન પુરોહિતે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ૨૦ વર્ષની કેદની સજા ફટકારતો મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યાે હતો.

ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ દ્વારા કોઇ કિશોરને ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જુવેનાઇલ જસ્ટિસ કોર્ટનો રાજયનો આ પહેલો ઐતિહાસિક ચુકાદો છે. તો, કોર્ટે ભોગ બનેલ કિશોરને ધી ગુજરાત વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ ૨૦૧૯ હેઠળ સિટી સિવીલ એન્ડ સેશન્સ લીગલ સત્ત્વસ કમિટી અમદાવાદ દ્વારા વળતર પેટે રૂ.૪ લાખ ચૂકવી આપવા પણ હુકમમાં ઠરાવ્યું હતું. કોર્ટે દોષિત કિશોરને સજાની સાથે સાથે પાંચ હજાર દંડ પણ ફટકાર્યાે હતો.

જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળ સ્પેશ્યલ કોર્ટ સમક્ષ ચાલેલા આ કેસના ટ્રાયલ દરમ્યાન સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ જી.પી.દવેએ અદાલતનું Îયાન દોરતાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી-૨૦૨૪માં શહેરના ખોખરા વિસ્તારમાં ૧૪ વર્ષનો કિશોર સ્કૂલેથી છૂટીને ઘેર જઇ રહ્યો હતો ત્યારે અમરાઇવાડી વિસ્તારમાં રહેતા ૧૬ વર્ષ અને ૬ માસની ઉંમરના કિશોરે તેને રોકી જણાવ્યું હતું કે, તું કે મ મારી સાથે વાત નથી કરતો.

બાદમાં તેને ડરાવી, ધમકાવી, બિભત્સ ગાળો આપી માર્યાે હતો. એ પછી તેને બળજબરીપૂર્વક મણિનગર રેલ્વે કોલોની ખાતે લઇ ગયો હતો, જયાં તેણે ૧૪ વર્ષીય કિશોર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.

આ ગુનાહિત કૃત્ય આચરી સાડા સોળ વર્ષના કિશોરે વીડિયો પણ ઉતારી લીધો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપી ભોગ બનનાર કિશોર પાસેથી રૂ.બે હજાર પડાવી લીધા હતા. એટલું જ નહી, તેણે બીજા દસ હજાર રૂપિયા આપવા પણ પીડિત કિશોરને જણાવ્યું હતું.

બનાવ બાદ ભોગ બનનાર કિશોરે પોતાના પરિવારમાં જાણ કરતાં ખોખરા પોલીસે ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ખંડણી, ધમકી, પોક્સો એકટ, આઇટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કેસ રજૂ કર્યાે હતો.

બાદમાં કિશોર વિરૂદ્ધ ચાર્જફ્રકેમ કરાયો હતો. સરકારપક્ષ તરફથી ૧૨ સાક્ષીઓ અને ૩૦ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી કેસ પુરવાર કરતાં કોર્ટને જણાવાયું કે, કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરૂદ્ધના આરોપો ઘણા ગંભીર છે.

આ ગુનાહિત કૃત્યથી ભોગ બનનાર બાળકના માનસપટ પર બહુ ઘેરી અને નકારાત્મક અસરો પડી છે. સમાજમાં આ પ્રકારના બનાવો બનતા અટકાવવા અને એક દાખલો બેસાડવા કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પોક્સો સહિતના કાયદા હેઠળ યોગ્ય સજા કરવી જોઇએ.

સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી જુવેનાઇલ જસ્ટિસ કોર્ટે ૧૬ વર્ષ અને ૬ મહિનાની ઉમંરના કિશોરને દોષિત ઠરાવી ૨૦ વર્ષની દાખલારૂપ સજા ફટકારતો રાજયનો સૌપ્રથમ ચુકાદો જાહેર કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.