Western Times News

Gujarati News

પ્રજ્ઞાચક્ષુ બાળકીને માઇક આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાત  સાંભળી

ઊર્મિ સ્કૂલની છાત્રા ગૌરી શાર્દુલે મુખ્યમંત્રીશ્રી સમક્ષ  કહ્યું સુગમ્ય ભારત અભિયાનથી દિવ્યાંગોજનોની રાહ થઇ આસાન

સર મારે બે શબ્દો કહેવા છે ! -મુખ્યમંત્રીએ તુરંત એ છાત્રાની લાગણીને સમજી ગયા અને તત્કાલિક એક માઇક સ્ટેજ ઉપર મંગાવીને બાળકીને પોતાની વાત કહેવા માટે આપ્યું.

Vadodara, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના બાળકો પ્રત્યેના પ્રેમ અને ઋજુતાનો વડોદરાના નગરજનોને ફરી દર્શન થયા હતા. ઇલેટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં સહભાગી થયેલા મુખ્યમંત્રીશ્રીએ એક પ્રજ્ઞાચક્ષુ છાત્રાને સ્ટેજ ઉપર માઇક અપાવી હેતપૂર્ણ રીતે સાંભળી હતી.

બન્યું એવું કેસમિટમાં મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે ઊર્મિ સ્કૂલના દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં આ શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ગૌરી શાર્દુલ પણ સામેલ હતી. ગૌરીએ જાતે દોરેલા મુખ્યમંત્રીશ્રીના સ્કેચની ફ્રેમ આપી સ્વાગત કર્યું.

પેન્સીલથી દોરેલી એ તસવીર જોઇ મુખ્યમંત્રીશ્રી પ્રભાવિત થયા હતા. કારણ કેગૌરી પ્રજ્ઞાચક્ષુ હોવા છતા આવું સરસ ચિત્રકામ કરી શકતી હતી. એટલે શ્રી ભૂપેન્દ્ર પટેલે એ છાત્રની પૃચ્છા કરી. ત્યારે ગૌરીએ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેસર મારે બે શબ્દો કહેવા છે !

મુખ્યમંત્રીશ્રી તુરંત એ છાત્રાની લાગણીને સમજી ગયા અને તત્કાલિક એક માઇક સ્ટેજ ઉપર મંગાવીને બાળકીને પોતાની વાત કહેવા માટે આપ્યું. ગૌરીએ પણ કોઇ પણ ડર રાખ્યા વિના કહ્યું કેસુગમ્ય ભારત અભિયાનના કારણે દિવ્યાંગજનોને અનુકૂળ આવે એવી ઇમારતોબસસ્ટેન્ડ્સરેલ્વે સ્ટેશનના નિર્માણ કરવામાં આવી રહ્યા છે.

આવા બાળકો માટે બ્રેઇલ લિપીની સુવિધા સાથે શિક્ષણ સહિતની સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી રહી છેજેથી દિવ્યાંગજનોની રાહ આસાન થઇ છેતેમ કહી તેમણે પોતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરી હતી.

આ ઘટનાથી મુખ્યમંત્રીશ્રીની સાલસતા અને બાળકો પ્રત્યેના પ્રેમનો સૌને પરિચય થયો હતો. સાથે છાત્રાની વાત સાંભળીને સૌને આનંદ થયો હતો. તેમની સાથે ઊર્મી સ્કૂલના શ્રી સરગમ ગુપ્તા અને શ્રી રાધિકા નાયર પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.