ધમાકેદાર ચોમાસા બાદ હાડ થીજવતી ઠંડીની આગાહી

File Photo
ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડી વધુ રહેતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઠંડીના દિવસો ઘટી ગયા હોય તેવું લાગે છે.
(એજન્સી)નવી દિલ્હી, ક્લાઈમેટ ચેન્જને કારણે મોસમમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. એવરેજ તાપમાનમાં વર્ષ દર વર્ષે વધારો થતો જોવા મળી રહ્યો છે. વરસાદનો પ્રકોપ પણ વધી રહ્યો છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં દેશના ઘણા ભાગોમાં ધમાકેદાર વરસાદ ખાબક્્યો છે. હિમાચલ પ્રદેશથી લઈને અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળી છે. હવે શિયાળાનો વારો છે.
મોસમના નિષ્ણાતોએ શિયાળાની આગાહી સાથે પહેલેથી જ ચેતવણી આપી છે. મોસમ વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આ વખતે ભારે ઠંડી પડી શકે છે. નિષ્ણાતોના મતે તો આ વખતની શિયાળાની મોસમ સામાન્ય કરતા વધારે ઠંડી રહી શકે છે. તેની પાછળનું કારણ છે લા-નીનાની અસર. લા-નીના એક્ટિવ થવાથી તાપમાનમાં ઘટાડો થાય છે અને આ વખતે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ૭૧% સુધી એક્ટિવ રહેવાની સંભાવના છે. આ કારણે આ વખતે હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી છે.
મોસમના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આ વર્ષના અંત સુધી લા-નીનાની વાપસી થઈ શકે છે, જેના કારણે વૈશ્વિક મોસમના પેટર્ન બદલાશે અને ભારતની શિયાળાની મોસમ સામાન્ય કરતા વધુ ઠંડી રહી શકે છે. અમેરિકન નેશનલ વેધર સર્વિસના ક્લાઈમેટ પ્રેડિક્શન સેન્ટરએ ૧૧ સપ્ટેમ્બરે જાહેર કરેલા પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે લા-નીના એક્ટિવ થવાની ૭૧% સંભાવના છે.
જોકે, ડિસેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ વચ્ચે આ સંભાવના ઘટીને ૫૪% થઈ જશે, પરંતુ લા-નીના વોચ અસરકારક રહેશે. લા-નીના શું છે, ભારત પર શું અસર?લા-નીના, એલ-નીનો–સદર્ન ઓસીલેશનનો ઠંડુ ચરણ છે. તેમાં પેસિફિક મહાસાગરના ભૂમધ્યરેખીય ક્ષેત્રનું સપાટી તાપમાન સામાન્ય કરતા નીચે જતું રહે છે. તેનો અસર માત્ર પેસિફિક મહાસાગર સુધી મર્યાદિત નથી હોતી પરંતુ સમગ્ર વિશ્વના મોસમ પર પડે છે. ભારત માટે આ સ્થિતિ સામાન્ય કરતા વધુ ઠંડી શિયાળાની મોસમ લાવે છે.
ભારત મોસમ વિજ્ઞાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, ‘અમારા મોડલ ઓક્ટોબર-ડિસેમ્બર વચ્ચે લા-નીના વિકસિત થવાની ૫૦%થી વધુ સંભાવના દર્શાવી રહ્યા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ઠંડી ઓછી પડી રહી છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડી વધુ રહેતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઠંડીના દિવસો ઘટી ગયા હોય તેવું લાગે છે. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં ઉત્તર પૂર્વ-પૂર્વના પવનને કારણે તાપમાન સામાન્ય કરતાં ૧ થી ૪ ડિગ્રી ઉંચુ નોંધાય રહ્યું છે.