Western Times News

Gujarati News

પેટ્રોલમાં ઈથેનોલ મિક્ષણ બાદ થયેલા વિવાદ મુદ્દે નિતીન ગડકરીએ શું કહ્યુ?

Files Photo

નવી દિલ્હી, ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલનો મુદ્દો હાલ વિવાદમાં છે. દેશભરમાંથી અનેક લોકોએ વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી ફરિયાદો નોંધાવી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઇલેજ અને પર્ફોર્મન્સમાં ઘટાડો થયો છે. આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા આપી છે કે, આ રાજનીતિથી પ્રેરિત પૈસા આપી મારી વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ (કેમ્પેઇન) હતી.

દિલ્હીમાં આયોજિત સોસાયટી આૅફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ(સિયામ)ના ૬૫મા વાર્ષિક સંમેલનમાં ગડકરીએ કહ્યું કે, હું સોશિયલ મીડિયા પર એક પેઇડ પોલિટિકલ કેમ્પેઇન પૈસા ચૂકવીને ચલાવવામાં આવેલી રાજકીય ઝુંબેશનો ભોગ બન્યો છું. ઈ૨૦ પેટ્રોલ કે, જેમાં પારંપારિક ફ્યુલમાં ૨૦ ટકા ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે, સોશિયલ મીડિયા પર તેના વિશેની ચિંતાઓને મોટું સ્વરૂપ આપી રજૂ કરવામાં આવી રહી છે.

ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઇંધણ સુરક્ષિત છે, અને રેગ્યુલેટર્સ તથા ઓટોમોબાઇલ પ્રોડ્યુસર્સ બંને દ્વારા સમર્થિત છે. એઆરએઆઈ અને સુપ્રીમ કોર્ટને ઈ૨૦ પ્રોગ્રામ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર મને રાજનીતિનો ભોગ બનાવી એક પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું.

આથી મેં તેના પર ધ્યાન આપ્યું નથી. સોશિયલ મીડિયા પર હાલ ઈથેનોલ મિશ્રિત ઇંધણ મુદ્દે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પરિવહન મંત્રી નીતિન ગડકરીની ટીકા થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે, ઈ૨૦ જેવા હાઇ ઈથેનોલ બ્લેન્ડિંગથી વાહનોની માઇલેજ પર અસર થાય છે, તેમજ જૂના મોડલ, ખાસ કરીને ૨૦૨૩ પહેલાં બનેલા વાહન ટેÂક્નકલી રીતે તેના ઉપયોગ માટે સજ્જ નથી. લોકોએ જુદા-જુદા ફોરમ સમક્ષ પણ આ મામલે ફરિયાદ નોંધાવી હતી કે, ઈ૨૦ પેટ્રોલના ઉપયોગથી તેમના વાહનની માઇલેજ ઘટી છે, તેમજ ફ્યુલ સિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે.

લોકલ સર્કિલના એક સરવેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આશરે ૪૪ ટકા લોકો ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું સમર્થન કરતા નથી. ઉલ્લેખનીય છે, આ મામલે પેટ્રોલિયમ-નેચરલ ગેસ મંત્રાલયે ઠ પર નિવેદન આપ્યું હતું કે, રેગ્યુલર પેટ્રોલની તુલનાએ ઈથેનોલની એનર્જી ક્ષમતા ઓછી હોવાથી માઇલેજમાં નજીવો ઘટાડો થાય છે. ઈ૧૦ માટે ડિઝાઇન કરવામાં આવેલા તેમજ ઈ૨૦ માટે કેલિબ્રેટ કરવામાં આવેલા ફોર Âવ્હલર્સમાં ૧-૨ ટકા અને જ્યારે અન્ય વાહનોની માઇલેજમાં ૩-૬ ટકાનો ઘટાડો થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.