Western Times News

Gujarati News

દિશા પટણીના ઘરે ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી દિશા પટણીના બરેલી ખાતેના પિતાના ઘર પર બાઈક સવાર અજાણ્યા લોકોએ ફાયરિંગ કરી હતી, જેનાથી પરિવારમાં ભયનો માહોલ ફેલાયો છે.પોલીસે આ હુમલાખોરોની શોધખોળમાં લાગી ગઈ છે.

એફઆઈઆરમાં દિશાના પિતા જગદીશ સિંહ પટાણીએ જણાવ્યું કે હુમલાખોરોએ હત્યાની નિયતથી ગોળીઓ ચલાવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટના દિશાની બહેન ખુશબુ પટણીના ધાર્મિક નેતાઓ પરના વિવાદાસ્પદ ટિપ્પણીથી જોડાયેલી માનવામાં આવે છે.

આખી વાત એમ છે કે, ૧૨ સપ્ટેમ્બરની સવારે લગભગ ૩ઃ૩૦ વાગ્યે દિશા પટણીના ઘરના શ્વાનના ભસવાથી જગદીશ સિંહ પટણી જાગી ગયા અને બાલ્કની પર આવતા તેમણે બાઈક પર બે લોકોને જોયા.પહેચાણ પૂછતાં એક હુમલાવાળાએ ‘મારી નાખો’ કહ્યું, અને બીજા શૂટરે હેલ્મેટ વિના પિસ્તોલ કાઢીને ગોળી ચલાવી હતી.

જગદીશજીએ બાલ્કનીના પિલર પાછળ છૂપાઈને જીવન બચાવ્યું હતું. પોલીસે હ્લૈંઇ નોંધી અને તપાસ શરૂ કરી છે.જાણકારી અનુસાર દિશા પટણીના ઘર પર બે દિવસમાં બે વખત હુમલો થયો છે.

પહેલો હુમલો ૧૧ સપ્ટેમ્બરની સવારે ૪ઃ૩૩ વાગ્યે અને બીજો ૧૨ સપ્ટેમ્બરની સવારે ૩ઃ૩૦ વાગ્યે થયો. જોકે, પહેલા હુમલાના પુરાવા હજુ મળ્યા નથી અને પોલીસ તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા. આ ઘટનાએ પરિવારને ભયભીત કરી દીધો છે, અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.ફાયરિંગની જવાબદારી ગોલ્ડી બાર ગેંગે લીધી છે, જેમાં વીરેન્દ્ર ચારણ અને મહેન્દ્ર સારણના નામનો ઉલ્લેખ છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં તેઓએ કહ્યું કે ‘જય શ્રી રામ’, અને આ હુમલો ખુશબુ પટણીએ પ્રેમાનંદ મહારાજ અને અનિરુદ્ધાચાર્ય મહારાજના અપમાન કર્યા હોવાના કારણે કરાવ્યો છે. તેઓએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ ટ્રેલર છે, આગળ વધુ કડક કાર્યવાહી થશે.

દિશા પટણીના પિતા જગદીશ સિંહ પટણીએ ખુશબુના ટિપ્પણીનો બચાવ કરતા કહ્યું કે દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે.

અનિરુદ્ધાચાર્યજીએ મહિલાઓ વિશે વાત કરી હતી, જે તેમનો વિચાર હતો, અને ખુશબુએ તેની ટીકા કરી કારણ કે તે આર્મીમાંથી છે અને મહિલાઓના અપમાનને સહન કરતી નથી. ખુશબુએ પણ સ્પષ્ટતા કરી કે તેમની વાતોને વિકૃત કરીને પ્રેમાનંદ મહારાજ સાથે જોડવામાં આવી, જ્યારે ૈતે માત્ર અનિરુદ્ધાચાર્યના નિવેદન વિરુદ્ધ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.