સલમાને ગુસ્સામાં સોમી અલીના માથા પર બોટલ ફોડી હતી

મુંબઈ, બોલીવુડ અભિનેતા સલમાન ખાનને દેશનો સૌથી યોગ્ય બેચલર કહેવામાં આવે છે. તેણે આજ સુધી લગ્ન કર્યા નથી. સલમાન ખાને ભલે આજ સુધી લગ્ન ન કર્યા હોય, પરંતુ તેનું નામ ઘણી બોલિવૂડ હિરોઈન સાથે જોડાયું છે.
સલમાન ખાનનું નામ અભિનેત્રી સોમી અલી સાથે પણ જોડાયું છે. સોમી અલીએ એક વાર એક સિનિયર પત્રકારને કહ્યું હતું કે તે સલમાનને પ્રેમ કરે છે, પણ તે ખૂબ જ ડરે છે કારણ કે સલમાન ખાન ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે.સોમી અલી વિશે વાત કરતાં, પૂજાએ કહ્યું કે તે સમયે સોમી તેની સારી મિત્ર હતી. પૂજાએ કહ્યું કે સોમીએ તેને કહ્યું હતું કે તે સલમાનને પ્રેમ કરે છે.
તેણે કહ્યું હતું કે, “હું સલમાનને પ્રેમ કરું છું, મને ખબર નથી કે તે મને પ્રેમ કરે છે કે નહીં, પરંતુ ક્યારેક મને ડર પણ લાગે છે કારણ કે તે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે.” એકવાર સોમી અલી તેના મિત્રો સાથે એક રેસ્ટોરન્ટ-બારમાં કોલ્ડ્રીંક્સ પી રહી હતી. સલમાન ત્યાં આવ્યો અને ગુસ્સામાં તેણે સોમી અલીના માથા પર બોટલ તોડી નાખી.
આ ઘટના ઘણા વર્ષાે પહેલા બની હતી, પરંતુ તે સમયે તે એક મોટો વિષય હતો.આ પછી, સોમી અલીએ પૂજાને એક ઇન્ટરવ્યુ આપ્યો. તે ઇન્ટરવ્યુમાં, સોમી અલીએ જણાવ્યું કે તેણે આવું કેમ કર્યું. સોમી અલીએ તે સમયે કહ્યું હતું કે સલમાન ખાન ખૂબ જ પઝેસીવ છે, તેથી જ તેણે આવું કર્યું.SS1MS