ગુજરાતમાં લોક અદાલત મારફતે ૮ લાખથી વધુ કેસોનો સુખદ નિવેડો

વર્ષ 2025ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતને રાજ્યવ્યાપી ઝળહળતી સફળતા
લોક અદાલત દ્વારા જૂના અને પેન્ડિંગ કેસોના ઝડપી નિવેડાથી ન્યાયિક વ્યવસ્થાને વેગ
Ahmedabad, વર્ષ ૨૦૨૫ના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેને ઝળહળતી સફળતા મળેલ છે.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન તથા અનુશ્રામાં આયોજિત આ લોક અદાલતનો લાભ મહતમ પક્ષકરો લઈ શકે તે માટે ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક શ્રીમતી જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એ. વાય. કોંગજે દ્વારા તમામ જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળને તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજ રોજ લોક અદાલતમાં, પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા કે, દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરરો, માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરરો તથા ઔધ્યોગિક તકરરો વિગેરે સ્વરૂપના આશરે ૧૩,૬૭,૪૮૫ જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. જે પૈકી ૮,૨૮,૫૫૬ કેસોનો સુખદ નિવેડો આવ્યો છે, અને આશરે રૂપિયા ૧૬૨૬.૫૬ કરોડના એવોર્ડ દોરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, રાજ્યના કુલ ૪,૨૫,૭૫૪ પ્રિ-લિટીગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થયેલ છે, અને રૂપિયા ૮૦.૯૯ કરોડના એવોર્ડ દોરવામાં આવેલ છે. ઇ-ચલણના કુલ ૩,૭૯,૯૪૫ કેસો પૂરા થયા જેનાથી રૂપિયા ૨૪.૮૧ કરોડ વસૂલી શકાયા છે. રાજ્યભરની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી ૩૪૭૧ તકરારોનો પણ લોક અદાલતથી અંત આવેલ છે.
પળતર કેસો પૈકી ૪,૦૨,૮૦૨ કેસો લોક અદાલત તથા સ્પેશિયલ સિટીંગમાં ફેસલ કરવામાં આવેલ છે, જેમાં રૂ. ૧૫૪૫.૫૭ ની રકમનો ઍવોર્ડ દોરવામાં આવેલ છે.
નામદાર ચીફ જસ્ટિસશ્રીના અથાગ પ્રયાસના ભાગરૂપ રાજ્યભરની તમામ અદાલતોમાં યોજાયેલ મધ્યસ્થી એટલે કે, કંસીલીએશનની વ્યવસ્થાના લાભના કારણે ૧૦ વર્ષ જૂના ૭૯૦ કેસોનો સુખદ નિવેડો આવેલ છે.
વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર સમગ્ર ગુજરાતની તમામ કોર્ટોએ પોતાના કોર્ટનાં જૂનામાં જૂના કેસોને ટાર્ગેટેડ કેસો તરીકે ધ્યાન ઉપર લઈ ફેસલ કરવાની ઝુંબેશ ઉપાડી છે જે પૈકી કુલ ૫,૬૩૮ કેસો લોક અદાલતમાં ફેસલ કરવામાં આવેલા છે. રાજ્યમાં દિન પ્રતિદિન લોક અદાલત થકી તકરાર નિવારણનું ચલણ વધી રહ્યું છે અને લોક અદાલતની વ્યવસ્થા લોકપ્રિય બની રહી છે.