Western Times News

Gujarati News

કઠલાલ પાસેથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર હાઇવે પર કારની ટક્કરે યુવકનું મોત

AI Image

(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલ પાસેથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે પર પંથી હોટલ નજીક એક યુવાનને ફોરવ્હીલર કારે પાછળથી ટકકર મારતા શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. આ ઘટના સંદર્ભે કઠલાલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના છીંદવાડા ગામે ભિલના મિલની પાસે રિંકુ પુનારામ ખડિયા ઉવ.૩૧ રહે છે. તેઓછેલ્લા દોઢ વર્ષથી ટ્રક ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. હાલમાં તે મહાબલી ટ્રાન્સપોર્ટમાં ટ્રક નં. સ્ૐ-૪૦-ઝ્રસ્-૫૫૪૪ ચલાવે છે. તેના ગામના જ મિત્ર રાજકુમાર ઉર્ફે ગુડુભાઇ કે જે રિંકુભાઇના ગામ પાડોશી છે.

તેમનો દિકરો આર્યન રાજકુમાર વંશકાર ઉ.વ.૧૭ રહે.વોર્ડ નં.૨૨ રાની દુરગાવતી વાર્ડ ગામ. સોનાખાર તા .છીંદવાડા જી.છીંદવાડા(મધ્યપ્રદેશ) પણ તેમની સાથે ટ્રકમાં હતો. તા.૧૨/૦૯/૨૦૨૫ ના રોજ બપોરના બારેક વાગ્યે તેઓ ટ્રક લઇને કંટગી(મધ્યપ્રદેશ) આનંદ ધર્મ કંટા ખાતેથી ચોખાના કટા ભરીને કચ્છ મુન્દ્રા પોર્ટ ખાતે જવા નિકળયા હતા.

તેમજ રાત્રે રિંકુ અને આર્યન રીંકુના ઘરે રોકાયા હતા. ત્યારબાદ તા. ૧૩/૦૯/૨૦૨૫ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં ટ્રક લઇને છીંદવાડા થી કચ્છ મુન્દ્રા જવા નિકળ્યા હતા. તેમજ તા. તા. ૧૫મીના રોજ સવારના સાડા નવ વાગ્યે ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર અનારા ગામની સીમમાં આવેલ પંથી હોટલ આગળ રોડ ઉપર રિંકુભાઇએ ટ્રક ઉભી રાખી હતી. અને આર્યન અમદાવાદ ઇંદોર હાઇવે ઉપર આવેલ સી.એન.જી. પંપ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં બાથરૂમ કરવા માટે ગયો હતો.

આ સમયે રિંકુ પોતાની ટ્રકમાં જ બેઠો હતો. આર્યન બાથરૂક કરીને ટ્રક તરફ પરત આવ તો હતો તે સમયે ઇન્દોર થી અમદાવાદ તરફ જતી એક અજાણી ફોર વ્હિલ ગાડી પુરઝડપે આવેલ અને આર્યનને પાછળથી ટક્કર મારતા તેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ટકકર મારીને અજાણ્યો વાહન ચાલક ત્યાંથી પલાયન થઇ ગયો હતો.

આર્યનને ગંભીર ઇજાઓ થઇ હોવાથી સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં સ્થળ પર લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. જેથી આર્યનને ખાનગી વાહનમાં કઠલાલ સરકારી હોસ્પિટલમાં લવાયો હતો. તેમજ કઠલાલ પોલીસને અજાણ્યા સફેદ કલરની ફોરવ્હીલરનો ચાલક જે બાલાસિનોરથી અમદાવાદ તરફ ટકકર મારીને પલાયન થઇ ગયો હતો. જેની સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ બાબતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.