Western Times News

Gujarati News

ગાંધીનગર જુના સચિવાલયથી  “નમો કે નામ રક્તદાન” મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો રાજ્યવ્યાપી પ્રારંભ

વડાપ્રધાનશ્રી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ગુજરાતના તમામ  કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 378 જગ્યાએ એકદિવસીય મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરાયું

૧.૨૭ લાખ થી વધુ લોકોએ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું

        વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ ક્ષણે કર્મચારી મહામંડળ દ્વારા નમો કે નામ રક્તદાન માટે બનાવવામાં આવેલી એપનું પણ નિરીક્ષણ કરીને તેની સરાહના કરી હતી.

રાજ્યમાં 378 થી વધુ જગ્યાએ આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન થનાર છે. જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ રજીસ્ટ્રેશન વખતે તેમના નજીકના બ્લડ ડોનેશન સેન્ટરને સીલેક્ટ કરીને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા જશે.

રાજ્યમાં 1.28 લાખથી વધુ કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન કરાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેતાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વડાપ્રધાનશ્રીના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરીયાતમંદોને મદદરૂપ થવાના આશય થી આ સમગ્ર કેમ્પનું આયોજન કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.