ભારતીયની હત્યાના આરોપીને પકડ્યો છે, કડક સજા કરીશુંઃ ટ્રમ્પ

વોશિંગ્ટન, અમેરિકાના ટેક્સાસના ડલ્લાસ શહેરમાં ભારતીય મૂળના વ્યક્તિ ચંદ્ર નાગમલ્લૈયાનું માથું વાઢીને ક્‰ર હત્યા કરાઈ હતી. આ મામલામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના માટે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને નિશાન પર લીધા અને કહ્યું કે ચંદ્રની હત્યાનો આરોપી યોર્ડાેનિસ કોબોસ માર્ટિનેજ પહેલા પણ ગંભીર મામલામાં પકડાઈ ચુક્યો છે.
માર્ટિનેજને ક્યુબાએ પરત લેવાનો ઈનકાર કર્યાે હતો, પરંતુ બાઈડનના સમયમાં આ વ્યક્તિ(આરોપી)ને અમેરિકામાં રહેવાની મંજૂરી મળી, જેનું પરિણામ આપણી સામે છે.
આ મામલા પછી ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમની સરકારમાં આવા ગુનેગારોને છોડવામાં આવશે નહીં, કારણ કે હું અમેરિકાને સુરક્ષિત બનાવવાનું કામ કરી રહ્યો છું. આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને તેને આકરી સજા કરાશે.
ઉલ્લેખનીય છે કે, ચંદ્ર નાગમલ્લૈયાની ટેક્સાસના ડલ્લાસ શહેરમાં ગત સપ્તાહે માથું વાઢીને હત્યા કરાઈ હતી. ચંદ્ર અહીં એક મોટેલમાં મેનેજર તરીકે કામ કરતો હતો. ચંદ્રની હત્યા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમને આ ક્‰ર ઘટના અંગે ખબર પડી છે. એક સન્માનિત વ્યક્તિની હત્યા તેની પત્ની અને પુત્રીની સામે થઈ છે.
આ હત્યા – ક્યુબાથી ગેરકાયદે આવેલા વ્યક્તિએ કરી, જે અમેરિકામાં હોવો જોઈતો ન હતો. અમે ગુનેગારને પકડી લીધો છે અને આકરી સજા કરીશું.
આ મામલામાં સત્તાપક્ષ રિપબ્લિકનના નેતાઓ ક્યુબાનો હવાલો આપીને બાઇડનની ઈમિગ્રેશન નીતિને આ હત્યા માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. ટ્રમ્પે જાહેરમાં આ(હત્યા) માટે બાઇડનને જવાબદાર ઠેરવ્યા છે.
ટ્રમ્પ પહેલા રિપબ્લિકન પાર્ટીના નેતા વિવેક રામાસ્વામી પણ આ વાત કહી ચુક્યા છે. ક્યુબાના મૂળ વતની અને આ હત્યાકાંડના ઓરોપી યોર્ડાેનિસ કોબોસ માર્ટિનેજને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનના પદ છોડવાના પહેલા એટલે ૧૩મી જાન્યુઆરીએ જેલમાંથી છોડવામાં આવ્યો હતો.SS1MS