ઝારખંડમાં રૂ.૧ કરોડના ઈનામી સહિત ૩ નક્સલવાદી ઠાર કરાયા

રાંચી, ઝારખંડના હજારીબાગના ગિરહોર ક્ષેત્રના પનતીતરી જંગલોમાં સોમવારે સવારે સુરક્ષા દળોએ ત્રણ નક્સલવાદીઓને ઠાર કર્યા છે, જેમાં એક નક્સલી પર રૂપિયા એક કરોડનું ઈનામ હતું, અને એનું નામ સહદેવ સોરેન છે.
આ દરમિયાન નક્સલવાદી સહદેવ સોરેનના અન્ય બે સાથીઓ પણ માર્યા ગયા છે. આ ઘટનાના સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ ઓપરેશન પછી ઉત્તર ઝારખંડના બોકારો ક્ષેત્રમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે.
જલદીમાં જલદી આખો દેશ નક્સલવાદની સમસ્યામાંથી મુક્ત થશે. સોમવારે કોબરા અને ગિરિડીહ તથા હજારીબાગ પોલીસની સંયુક્ત ટીમો અભિયાનના ભાગરુપે જંગલોમાં નીકળી હતી.
સુરક્ષા દળોની ટુકડીઓને ગુપ્ત માહિતી મળી કે સહદેવ સોરેન કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. આ માહિતીના આધારે પહોંચેલી ટીમો અને નક્સલવાદીઓની વચ્ચે જૂથ અથડામણ શરુ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણ મૃતદેહ મળી આવ્યા. સહદેવ સોરેન ઉપરાંત રઘુનાથ હેબ્રમ ઉર્ફે નિર્ભય તરીકે થઈ છે.
તેના પર રાજ્ય સરકારે રૂપિયા ૨૫ લાખનું ઈનામ જાહેર કર્યું હતું. જ્યારે ઠાર કરાયેલા ત્રીજો નક્સલીનું નામ બીરસેન ગંઝૂ હતું, અને તેના પર પણ રૂપિયા ૧૦ લાખનું ઈનામ જાહેર કરેલું હતું. સુરક્ષા દળોએ ઘટનાસ્થળ પરથી ત્રણ એકે-૪૭ ઓટોમેટિક હથિયાર જપ્ત કર્યા છે.SS1MS