Western Times News

Gujarati News

૭૭૦ કરોડની કસ્ટમ ડ્યૂટી ચોરી, હવાલા કૌભાંડીની જામીન અરજી રદ

અમદાવાદ, કંડલા અને મુંદ્રા પોર્ટ પર બોગસ કંપનીઓ મારફ્તે ૭૭૦ કરોડની કસ્ટમ ડયુટીની ચોરી અને હવાલા કૌભાંડમાં ડીઆરઆઇએ પકડેલા ક્રિષ્નન જયશંકર ઐયરની જામીન અરજી એડીશનલ ચીફ્ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ડી.એચ.ખંભાતીએ રદ કરી છે. આ મામલે કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપીએ ૭૭૦ કરોડનો માલ ઈમ્પોર્ટ કરી હાલના ગુનામાં સક્રીય ભાગ ભજવ્યો હોવાનું જણાઈ આવે છે.

આ પ્રકારે રકમ દેશ બહાર મોકલવાથી દેશની અર્થવ્યવસ્થા ઉપર વિપરીત અસર પડે તેમ છે. જેથી આ ગુનો દેશ વિરોધી ગુનો પણ ગણી શકાય તેમ છે. ગુડ્‌ઝની ફરિયાદપક્ષે જણાવેલ કિંમત આશરે રૂ.૨૬ હજાર કરોડ ધ્યેન લેતા ગુનાની ગંભીરતા ખુબ જ વધી જાય છે.આરોપી વિરુધ્ધનો ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો ગણી શકાય તેમ છે. વળી દિન પ્રતિદિન આ પ્રકારના ગુનામાં વધારો થઈ રહ્યો છે.

ડીઆરઆઈએ પરપ્લેમિસ્ટ ગ્લોબલ પ્રાઈવેટ લિ.ના ડિરેકટર ક્રિષ્નન જયશંકર ઐયરને સમન્સ પાઠવીને પુછપરછ કરી હતી. જેમાં કંપનીએ ઈમ્પોર્ટના ડોકયુમેન્ટમાં ખોટા ગુડઝની હકીકત દર્શાવી તે હોંગકોંગની કંપનીઓમાંથી કેરી ઈન્ડો લોજિસ્ટિક પ્રાઈવેટ લીમીટેડના સેઝમાં આવેલ વેર હાઉસમાં રાખી હતી. ત્યાંથી ગુડઝ સીંગાપોર, યુએસઈમાં એકસપોર્ટ કર્યુ હતુ.

જેમાં ગુડસ ઈમ્પોર્ટ કરતા સમયે રકમની ચુકવણી થયેલુ પરંતુ એકસપોર્ટ કરેલ તેની કોઈ રકમ ભારત પરત આવેલ નહોતી. જેથી કસ્ટમમાં મીસડેકલેરેશન કરી આ રકમનો ઉપયોગ અન્ય કામે કર્યાે હોવાના પુરાવા મળતા ડીઆરઆઈએ ક્રિષ્નન જયશંકર ઐયરની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા.

દરમ્યાનમાં આરોપી ક્રિષ્નન જયશંકર ઐયરએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં ખાસ સરકારી વકીલ સુધીર ગુપ્તાએ કોર્ટને જણાવ્યુ હતુ કે, ડીઆરઆઈએ અગાઉ પકડેલા સુનીલ જોઈસરની ગાંધીગ્રામ ઓફિસમાં બે લેપટોપ, ત્રણ મોબાઈલ, એક હાર્ડ ડીસ્ક કબજે કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.