Western Times News

Gujarati News

યુક્રેન ૧ ઓક્ટોબરથી ભારત પાસેથી નહીં ખરીદે ડીઝલ

કીવ, હાલ અમેરિકા સહિત નાટો દેશ રશિયા પાસેથી ડીઝસ ખરીદવા અંગે ભારત સાથે વાત કરી રહ્યા છે. મિડલ ઈસ્ટની તુલનાએ રશિયા પાસેથી ડીઝલ સસ્તું પડે છે. બંને જગ્યાએ કિંમતમાં મોટું અંતર છે.

રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવ્યો છે. આ દરમિયાન યુક્રેન હવે ભારતથી આવતા ડીઝલ પર રોક લગાવવાનું વિચારી રહ્યું છે. યુક્રેનની એક એનર્જી કન્સલટેંસી એનકોરએ ૧ ઓક્ટોબર, ૨૦૨૫થી યુક્રેન ભારત પાસેથી ખરીદવામાં આવતા ડીઝલ પર પ્રતિબંધ લગાવશે.

અહેવાલ મુજબ, એનકોરનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી મોટી માત્રમાં ક્‰ડ ઓઇલ ખરીદે છે. તેથી યુક્રેને આ પગલું ભરવું પડી રહ્યું છે. રશિયા ડ્રોન અને મિસાઇલથી યુક્રેનની ઓઇલ રિફાઇનરીઓને નિશાન બનાવી રહ્યું છે.

કંપની મુજબ, યુક્રેનની સુરક્ષા એજન્સીઓએ ભારતથી આવતી તમામ ડીઝલ ખેપની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.આ ઉપરાંત અન્ય એક કન્સલટેંસી એ-૯૫એ જણાવ્યું હતું કે, આ વર્ષે ગર્મીના મહિનામાં યુક્રેનની એક મોટી ઓઇલ રિફાઇનરી ખરાબ થઈ ગઈ હતી.

આ કારણે વેપારીઓને ભારતથી ડીઝલ ખરીદીને તેની ભરપાઇ કરવી પડી હતી. સોવિયેતના જૂના માપદંડ પર ખરા ઉતરી શકાય તે માટે યુક્રેનના રક્ષા મંત્રાલયે પણ ભારત પાસેથી થોડું ડીઝલ ખરીદ્યું હતું.એનકોર મુજબ, યુક્રેને ઓગસ્ટ ૨૦૨૫માં ભારત પાસેથી ૧,૧૯,૦૦૦ ટન ડીઝલ ખરીદ્યું હતું. જે તેની કુલ ડીઝલ આયાતનો ૧૮ ટકા છે.

વર્ષ ૨૦૨૨માં શરૂ થયેલા યુદ્ધ પહેલા યુક્રેન તેની ઘરેલુ માંગ પૂરી કરવા માટે બેલારુસ અને રશિયા પાસેથી ડીઝલ ખરીદતું હતું. એ-૯૫ કન્સલટેંસીના કહેવા મુજબ, પ્રથમ છ માસિકમાં ડીઝલની આયત ગત વર્ષની તુલનામાં ૧૩ ટકા ઘટીને ૨.૭૪ મિલિયન મેટ્રિક ટન થઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.