Western Times News

Gujarati News

અમદાવાદમાં એએમટીએસ ડેપોની દીવાલ ધરાશાયી થતાં એક યુવકનું મોત

તસવીરઃ જયેશ મોદી

અમદાવાદ, અમદાવાદના નવા વાડજથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવા વાડજના એએમટીએસ બસ ડેપોની વર્ષાે જૂની દીવાલ થઈ હતી, જેમાં એક યુવક દટાવાથી તેનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, અહીંના કાટમાળને દૂર કરવામાં આવી રહ્યું છે અને દુર્ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પાેરેશનની એએમટીએસ શ્રીનાથ બસ ડેપોની દીવાલ ધરાશાયી થઈ હતી. આ ત્યાં પાસે ઊભેલા એક ૩૦ વર્ષનો સુરેશ ભરવાડ નામનો યુવક કાટમાળમાં દટાયો હતો.

જોકે, દીવાલ પડતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યુવકને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ સિવાય આસપાસ રહેલા વાહનોને પર દીવાલ પડતા વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.

સમગ્ર ઘટના વિશે જાણ થતાની સાથે પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, એએમટીએસ બસ ડેપોની વર્ષાે જૂની આ દીવાલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નહતું આવ્યું અને આજે અચાનક જ દીવાલ પડી જતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જોકે, હાલ આ મામલે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.