હુમા કુરેશીએ રચિત સિંઘ સાથે સગાઈ કરી, મિત્રોની પોસ્ટે સંબંધ જાહેર કર્યો

મુંબઈ, હુમા કુરેશી તાજેતરમાં જ તેની ફિલ્મ ‘બયાન’ સાથે ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ ફિલ્મ સાથે તે પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કરી રહી છે. અંગત જીવનમાં તેનાથી પણ મહત્વની ઘટના બની હોવાના અહેવાલો છે. તેણે તેના લાંબા સમયથી બોયળેન્ડ રહેલા એક્ટિંગ કોચ રચિત સાથે સગાઈ કરી લીધી હોવાના અહેવાલો છે.
તેમના નજીકના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “હુમા અને રચિત લાંબા સમયથી એકબીજા સાથે છે અને એકબીજાથી ખુબ નજીક છે. રચિતે અંગત રીતે તેને પ્રપોઝ કરી છે અને હુમાએ સ્વીકારી પણ લીધી છે. આ ઘટના યુએસમાં બની છે.
જોકે, તેઓ આ બાબતને જાહેર કરવાનો સમય નક્કી કરી રહ્યાં છે.”તાજેતરમાં જ તેમના નજીકના મિત્ર અને ગાયક આકાશ સિંઘે જ્યારે તેમની બંનેની સાથે અભિનંદન આપતી કેપ્શન સાથેનો ફોટો શેર કર્યાે હતો. ત્યારથી આ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલના લગ્નમાં પણ હુમા રચિત સાથે હાજર રહી હતી. તેમાં પણ લોકોને તેમની બંને વચ્ચેની કેમેસ્ટ્રી નજરમાં આવી હતી. ઘણા લોકો રચિત કોણ છે, એ જાણવામાં રસ લેવા લાગ્યા હતા.
રચિતના જન્મ દિવસ દરમિયાન પણ હુમા તેની સાથે જોવા મળી હતી. ત્યારથી તેમની સગાઇ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. રચિત પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે અને તેણે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વિકી કૌશલ જેવા કલાકારોને ટ્રેઇન કરવા માટે જાણીતો છે. તેણે કર્મા કોલિંગ સિરીઝમાં એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું.SS1MS